અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં સર્વ હિંદુ ધર્મની મિટીંગ મળી હતી

હિન્દ ન્યુઝ, બગસરા

     અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં બગસરા સથવારા સમાજની વાડીમાં સર્વ હિંદુ ધર્મ અને મીટિંગ મળી હતી. આ મીટીંગ બગસરા અમરેલી સાવરકુંડલા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં સર્વ હિન્દુ યુવાનો એકઠા થયા હતા. આ મિટિંગમાં હિન્દુ એક થવા માટે તેમજ બજરંગ દળ માં યુવાનોને જોડવા માટે આવાહન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં બગસરાના દરેક જ્ઞાતિના યુવાનો તેમજ વડીલો કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. આમ મિટિંગ બાદ બગસરા શહેરમાં એક હિન્દુ ની છોકરી ને વિધર્મી દ્વારા તેના મા-બાપ ને ધમકાવી છોકરીને ભગાડી જવામાં આવી હતી. તેની ફરિયાદ બગસરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. આ ફરિયાદનો તાત્કાલિક પરિણામ આવે તે સંદર્ભે બગસરા સાવરકુંડલા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હિન્દુ એકતા ટકાવી રાખવા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવાહન કરવામાં આવ્યું હતું.

આવા વિધર્મી દ્વારા હિન્દુ ની છોકરીઓ ને ભગાડવાના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધતા જતા હિન્દુઓમાં રોજ જોવા મળવા પામ્યો હતો આવા બનાવો ન થાય તે અંતર્ગત દરેક હિંદુ ભાઈઓ એ એક જૂથ થઈ લડવા માટે તૈયાર થવા કહેવામાં આવ્યું હતું. બગસરા પોલીસ સ્ટેશન દ્વારા આગળ આવા કિસ્સા ન થાય તેની ખાતરી આપવામાં આવી હતી અને ભગાડી ગયેલ છોકરી ની ફરિયાદને આધારે તાત્કાલિક આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

રિપોર્ટર : મનજી પરમાર, બગસરા

Related posts

Leave a Comment