હિન્દ ન્યુઝ, પાલનપુર
વડગામ પ્રોફેશનલ પ્રેસ યુનિટી માં આજ રોજ એક ફંકશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્યારે કોરોના મહામારી ની બીજી લહેર ચાલુ હોવાથી પ્રોફેશનલ યુનિટી ના મેમ્બર ભરતભાઈ લીંબચિયા ના ઘર આંગણે ચિ.નિહાલ ના શુભ પ્રસંગ પર તમામ યુનિટી માં મેમ્બર ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં સમય સંજોગ ને માન આપી યુનિટી ના મેમ્બરો હાજરી આપી શક્યા નહીં જે અનું સંધાને આજ રોજ આ યુનિટી ને એક પરિવાર સમજી ભરતભાઈ દ્વારા સન્માન સમારંભ અને ભોજન વ્યવસ્થા નું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રમુખ દશરથસિંહ બાપુ મંત્રી દિલીપ ગોહિલ, બળવંત રાણા, પ્રફૂલ ગોહિલ, હુસેનભાઇ, શૈલેષભાઈ, મહેશભાઈ ગિરીશ જોશી વગેરે સભ્યો હાજર રહી આ આમંત્રણ ને માન આપી વડગામ પ્રોફેશનલ પ્રેસ યુનિટી ના દરેક સભ્યો એ હાજરી આપી હતી. જેમાં યુનિટી ના દરેક સભ્યો એ નિહાલ અને તેમના ધર્મ પત્ની ભૂમિકા ને આશીર્વાદ આપ્યા હતા અને આ કાર્યક્રમ માં હાજર રહેલા તમામ સભ્ય નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર