અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન

હિન્દ ન્યૂઝ, બગસરા

     મળતી માહિતી મુજબ અમરેલીના બગસરા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા વર્તમાન સમયમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ અને તેલ ગેસના ભાવ વધારો થતાં નાના વેપારીઓ તેમજ આમ જનતા આ કોરોના કાળમાં જિંદગી જીવવા ઝઝૂમી રહી છે ત્યારે સરકાર દ્વારા આમ જનતાની પરેશાની સાંભળવાને બદલે મોંઘવારી ના દબાણ નીચે દબાવવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા જનતા જગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને સરકાર વિરોધી સૂત્રોચાર કરી કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. કોંગ્રેસ સમિતિ દ્વારા બગસરાના ગોંડલીયા ચોક તેમજ સ્ટેશન રોડ પર આવેલ ઓમકાર પેટ્રોલ પંપ પર આવતા ગ્રાહકોને લોલીપોપ આપી કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા મોંઘવારી વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન કરતા સરવૈયા જમાલભાઈ ભરતભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ દલસુખ ભાઈ પાનસુરીયા તેમજ બગસરા શહેરના કોંગ્રેસ કાર્યકર્તાઓ અનિલભાઈ શેખ ગુલાબભાઈ હૈદરા પિયુષ ભાઈ સાવલિયા દલસુખભાઈ એ હાજરી આપી હતી.

રિપોર્ટર : મનજીભાઈ પરમાર, બગસરા

Related posts

Leave a Comment