હિન્દ ન્યૂઝ, ભાવનગર
ભાવનગર જીલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓની વિવિધ ઘટકોમાં લાભ મેળવવા માટે i-khedut portal (www.ikhedut.gujarat.gov.in) પર તા.૧૫-૬-૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. યોજનાકીય સહાયનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ ઓનલાઇન અરજી કર્યા પછી અરજી સાથે સાધનિક કાગળો જેમ કે ૭/૧૨ તથા ૮-અના ઉતારા, આધારકાર્ડની નકલ, રેશનકાર્ડ તેમજ બેંક પાસબુકની નકલ જોડાણ કરી નાયબ બાગાયત નિયામક, ભાવનગરની કચેરીએ રજૂ કરવાની રહેશે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી