સાણંદ શહેર ખાતે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી

હિન્દ ન્યૂઝ, અમદાવાદ  

   દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યાંરે સાણંદ શહેર અને તાલુકાના વિરોચનનગર સારોડી કલાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર એ જારી કરેલ કોરોના માર્ગદર્શિકા નું ચુસ્તપણે પાલન કરીને પોતે પોતાના જ ઘરે સોશિયલ ડિસ્ટન્સ રાખી માસ્ક પહેરી ને ફરજિયાત ઇદની નમાઝ અદા કરી હતી. સમગ્ર દેશમાં કોરોના મહામારી એ માથું ઉચક્યું છે ત્યારે કોરોના મહામારી ની બીજી લહેર પહેલા કરતા વધુ ઘાતક સાબિત થઇ રહી છે. જેને ધ્યાન રાખીને ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે સાણંદ તાલુકાના લોકો એ સાદગીથી રમઝાન ઇદ ની ઉજવણી કરી હતી. ખાસ કરીને સમગ્ર દેશમાં ચાલી રહેલા કોરોનાવાયરસ કે અન્ય બીમારીથી દેશના લોકોને મુકિત મળે એવી ઈદ ની નમાઝ બાદ ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી.

રિપોર્ટર : બહેલોલ મલેક, સાણંદ

Related posts

Leave a Comment