હિન્દ ન્યૂઝ, ડીસા
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ટોલનાકા પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. માહિતી અનુસાર આજે ડીસા તાલુકાના ભીલડી ટોલનાકા પાસે એક્ટિવા ચાલક મહિલા જે પોતાની એકટીવા લઇ જઇ રહી હતી તે દરમિયાન ટ્રક ચાલક પોતાનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં મહિલા ટ્રકના ટાયર નીચે આવી ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જોકે આ સમાચાર વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળે લોકો એકત્ર થયા હતા.
એહવાલ : કંચનસિહ વાઘેલા, ડીસા