થરાદ ના પીલુડા ખાતે મેગા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, થરાદ

       થરાદ ના પીલુડા ખાતે મેગા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં 1123 લાભાર્થી લોકોએ તપાસ કરાવી દવાનો લાભ મેળવ્યો. 72 લોકોનો લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યો અને 87 લોકોને ચશ્મા વિતરણ કરવામાં આવ્યું. 15 નિષ્ણાત ડોક્ટર અને લેબોરેટરી ટેકનીશીયન દ્વારા ઉત્કૃષ્ટ સેવા આપવામાં આવી. 43 લોકોએ કોરોના વેક્સિનલીધી. એન.એસ.એસ 30 જેટલા વોલેન્ટિયર્સએ સરાહનીય સેવાઓ આપી. ભારત વિકાસ પરિષદ થરાદ ના 34 સભ્યઓ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો. બધા લોકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું. દાતા દ્વારા કેમ્પના તમામ ખર્ચની રકમ આર્થિક સહયોગ સ્વરૂપે આપવામાં આવી.

રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment