હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)
માંગરોળ તાલુકાનાં પીપોદરા ગામે હાઇવે ઉપર પૂંઠાનાં કાર્ટૂન ભરેલાં આઇસરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રીયધોરી માર્ગ 48 ઉપર, પીપોદરા ગામે બ્રીજ ઉપર આ ઘટના બની હતી. આ ઘટનાં બાદ એક તબક્કે હાઇવે પર ટ્રાફીક જામ થઈ ગયો હતો. બનાવની જાણ પાલોદ આઉટ પોલીસ ચોકીને કરાતાં પોલીસ ઘટનાં સ્થળે દોડી ગઈ હતી અને ફાયર ફાઈટરોને બોલાવી, આગ પર કાબુ લેવાનો પ્રયાસ કરતાં, ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)