સુઈગામ તાલુકા વિકાસ અધિકારી ના માર્ગદર્શન મુજબ તાલુકા લાઈવલી હૂડ મેનેજર દિલિપ ભાઈ પાલડીયાજી એ નેસડા (ગોલપ) ગામના રાઠોડ હિનાબેન વેરસીભાઈ ની લીધી રૂબરૂ મુલાકાત

હિન્દ ન્યૂઝ, સુઈગામ

         સરહદી સુઈગામ તાલુકા ના તાલુકા વિકાસ અધિકારી ના માર્ગદર્શન મુજબ તાલુકા એન આર એલ એમ દ્વારા ભરત ગુંથણ કરતી બહેનો ની રૂબરૂ મુલાકાત સરહદી સુઈગામ તાલુકા ના તાલુકા વિકાસ અધિકારી કાજલ બેન આંબલીયા સમગ્ર તાલુકા ના ગામોની મુલાકાત લઈ તાલુકા ના દરેક ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન, જન જાગ્રુતિ અને વિકાસના કામો તેમજ સ્વૈચ્છિક સંગઠનો અને સખી મંડળો દ્વારા ગામડાની બહેનોને પગભર કરવા અથાગ મહેનત કરી રહયા છે. આજે સુઈગામ તાલુકા વિકાસ અધિકારી કાજલ બેન આંબલીયા ના માર્ગ દર્શન મુજબ તાલુકા લાઈવલીહૂડ મેનેજર દિલિપભાઈ પાલડીયાજી એ નેસડા (ગોલપ) ગામના રાઠોડ હિનાબેન વેરસીભાઈ ની રૂબરૂ મુલાકાત લીધી.

            એમના દ્વારા કરાયેલ કામગીરી જેવી કે દોરી થી ભરેલ કાચ, મોબાઈલ મુકવાના પૉકેટ, ઊનથી બનાવે ઈંઢોણીઓ, સ્ટોન થી ભરેલ થાળ, મોતીથી ભરેલ કળશ તેમજ દોરીથી બનાવેલ તોરણ, તમામની નોંધ લીધી હતી અને બહેનો દ્વારા કરાતી ભરત ગુથણ ની પ્રવૃત્તિ ને વેગ આપી બહેનોને પગભર કરવા સખી મંડળો દ્રારા આર્થિક મદદ કરવાની હૈયાધારણા આપી હતી.

રિપોર્ટર : વેરસી રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment