નડિયાદ નગરપાલિકા ચૂંટણી ના ભાજપ ના વોર્ડ નંબર ૭ ના ધારાસભ્ય હસ્તે શુભારંભ

હિન્દ ન્યૂઝ, નડિયાદ

નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ ના પ્રચારાર્થે નડીઆદ શહેર ના લોકલાડીલા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા વોર્ડ નંબર ૭ માં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલના ઉમેદવારો તથા કાર્યકર્તા ઓ તથા ચાહકો એ મોટી સંખ્યા મા હાજરી આપી હતી.

અનુ.નંબર – ૩ મહર્ષિ બ્રહ્મભટ્ટ, અનુ.નંબર – ૫ રીપૂબેન પટેલ (રચુબેન), અનુ.નંબર – ૬ શિલ્પન પટેલ (દાસ), અનુ.નંબર – ૭ સપનાબેન શાહ (દાવડાવાળા) ને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર ધારીતભાઈ પટેલ તથા ટીકેન્દ્રભાઈ બારોટ શહેર મહામંત્રી તેજસભાઈ તથા વોર્ડના અગ્રણીઓ, વડીલો, યુવાન મિત્રો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment