નડિયાદ શહેર મા કોંગ્રેસ ના ઉમેદવાર પર જાન લેવા હમલો

હિન્દ ન્યૂઝ, નડિયાદ

            નડિયાદ શહેર ના વોર્ડ નં.૩ મા ઉમેદવારી કરતા ઉમેદવાર દીપકભાઈ વાઘેલા ને ગઈ કાલે રાત્રી ના સમયે નડિયાદ શહેર ના ખોડિયાર મંદિર તરફ ના ગરનાળા પાસે અસામાજિક તત્વો દ્વારા ગંભીર હુમલો કર્યો અને ગંભીર રીતે ઈજાઓ પહોંચડવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે કોંગ્રેસ ના ઉમેદવાર ભાઈ ને નડિયાદ ની સ્થાનિક હોસ્પિટલ મા ખસેડવામાં આવેલ હતો.

         જે હુમલો થયો તે અનુસંધાને આજ રોજ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ પાર્ટી નડિયાદ શહેર પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ તથા ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ઝાલા તથા ઉમેદવારો તથા મોટી સંખ્યા મા કાર્યકર્તા ઓ દ્વારા આજરોજ ખેડા જિલ્લા નડિયાદ શહેર મા ડેપ્યુટી કલેકટર રમેશ મેરજા ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને સાથે સાથે એમ પણ જણાવ્યું કે નડિયાદ શહેર ના વોર્ડ નંબર 3 ના ઉમેદવાર દીપકભાઈ ગોવિંદભાઇ વાઘેલા ને ભાજપ પક્ષ દ્વારા ફોર્મ પાછી ખેંચ વાની ધમકીઓ પણ મળી હતી.

તેઓ એ કોંગ્રેસ પક્ષ નુ ઉમેદવારી ફોર્મ પાછુ ના ખેંચાતા અંતે ભાજપ ના ઉમેદવાર દ્વારા દીપકભાઈ પર હુમલો થયો છે. તેવું કોંગ્રેસ પક્ષ ના સદસ્યોં નુ કેહવું હતું તથા તેઓને ન્યાય મળે અને ગુનેગારો ને સજા થાઈ તેવું ડેપ્યુટી કલેક્ટર રમેશભાઈ મેરજા ને તથા ડી. એસ. પી ઓફિસ નડિયાદ ખાતે આજરોજ રજુઆત કરવામાં આવી હતી.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment