ભાભર નગર પાલિકા ની ચૂંટણી માં દિયોદર ના આગેવાનો પણ જોડાયા

હિન્દ ન્યૂઝ, દિયોદર

        બનાસકાંઠા જિલ્લા માં નગર પાલિકા ની ચૂંટણી જાહેર થતા સમગ્ર જિલ્લા માં રાજકારણ માં ગરમાવો જોવા મળી આવ્યો છે. જેમાં જિલ્લા ની મહત્વ ગણાતી ભાભર નગર પાલિકા ની ચૂંટણી રસાકસી ભર્યા માહોલ માં જામી હોવાનું મનાઇ રહું છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા દરેક વોર્ડ માં ચૂંટણી પ્રચાર માટે બેઠકો નો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં ભાભર ભાજપ પક્ષ દ્વારા પણ દિયોદર ના આગેવાનો ને બોલાવી ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં ભાજપ દ્વારા રાત્રી ના સમય વોર્ડ નંબર 6 માં દિયોદર ઠાકોર સમાજ ના યુવા આગેવાન મુકેશ ઠાકોર ની હાજરી માં બેઠક મળી હતી. જેમાં આગામી સમય ભાભર નગર પાલિકા માં ભાજપ ની જીત થાય તે માટે આહવાન કરાયું હતું.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment