રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર.1 માં સુરેશભાઇ પરમારે ઉમેદવારી નોંધાવી

હિન્દ ન્યૂઝ, રાજકોટ

                 રાજકોટ ખાતે મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજકોટમાં ઉમેદવારોની દાવેદારી નોંધાય હતી. જેમાં રાજકોટ વોર્ડ નંબર.1 માં ‘સોરઠીયા રજપૂત સમાજના અગ્રણી’ તેમજ ‘ગુજરાત સ્ટેટ સ્મોલ ન્યૂઝ પેપર એડીટર કાઉન્સિલ’ ના પ્રમુખ, એહવાલ ન્યુઝ પેપર નાં તંત્રીશ્રી, સર્જન ફાઉન્ડેશન નાં અધ્યક્ષ તેમજ 35 વર્ષથી પણ વધુ સમય થી ભાજપા નાં નિષ્ઠાવાન કાર્યકર સુરેશભાઇ પરમારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નં.1 નાં નગરસેવક ની દાવેદારી ભારતીય જનતા પાર્ટી માં નોંધાવેલ છે.

            આમ તો સુરેશભાઈ પરમાર લોકહિત માટે સતત સક્રિય રહી સમાજ સેવા કરતા આવ્યા છે, તેમજ પોતાની સંસ્થાના માધ્મથી થી તો સમાજ સેવાઓ કરેલ છે પરંતુ અન્ય સંસ્થાઓ માં તેમજ રાજકીય પક્ષ માં રહીને પણ પોતાની સારી ભૂમિકા ભજવેલ છે. વોડ નં.1 માં દાવેદારી કરનાર સુરેશભાઈ પરમાર પત્રકારી જગત માં પણ એક આગવી અનોખી ઓળખ ધરાવે છે.

             પોતાના પ્રિન્ટમીડિયા નાં માધ્યમ થી લોક પ્રશ્નો ને વાચા આપતા રહે છે. આવા સાહસી તેમજ નિષ્ઠાવાન સુરેશભાઈ પરમારે રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં. 1 માં ઉમેદવારી નોંધાવી જેથી ‘સાઉથ એશિયન રીપોર્ટર્સ એસોસિયેશન’ (પ્રત્રકાર સંગઠન), ‘રાષ્ટ્રીય એકતા મંચ’ નાં રાજકોટ નાં તમામ સભ્યો દ્વારા, સમાજના આગેવાનો તેમજ અનેકોનેક સંસ્થાઓ એ આ દાવેદારી ને સમર્થન આપ્યું હતું. સુરેશભાઈ પરમારના સમર્થન માં લેખિક, મૌખિક તેમજ ટેલિફોનિક રજૂઆત કરવામાં આવેલ હતી.

Related posts

Leave a Comment