હિન્દ ન્યૂઝ, નડિયાદ
ખેડા જિલ્લા મા આવેલું નડિયાદ શહેર મા શ્રદ્ધા નુ અનોખું ધામ શ્રી સંતરામ મંદિર. આ પવિત્રધામ ની માન્યતા એવી છે કે જે બાળક બોલતું ના હોઈ તો તેવા બાળકોના માઁ બાપ બોર ઉછાડવાની બાધા (માનતા) રાખે છે. તેમજ જેનું બાળક બોલતું ના હોઈ, તોતડું બોલતું હોઈ તેવા બાળકોના માત-પિતા પણ આ માનતા રાખે છે. અને જો આ માનતા પૂર્ણ થતા શ્રી સંતરામ મંદિર માં તેમના પોતાના બાળકનાં હાથ થી બોર ઉછારતા હોઈ છે. આ ચમત્કાર પોષ સુદ પુનમ ના દિવસ નુ મહત્વ હોવાથી હજારો મણ બોર આ દિવસે રાજ્ય ના અનેક વિવિધ શહેરો અને ગામડા ના લોકો આજ ના પોષ સુદ પુનમ ના દિવસે પોતાના બાળક માટે રાખેલી બાધા પુરી કરવા માટે શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે આવે છે. 
આ દિવસે શ્રદ્ધા અને ભક્તિ નુ ઘોડાપુર જોવા મળે છે. બાળક બિલકુલ બોલતું ના હોઈ, તોતડું બોલતું હોઈ તો તે સરસ રીતે સ્પષ્ટ રીતે બોલતું થય જાય ત્યારે તેની બાધા પુરી કરવા માટેનો આ વિશેષ દિવસ છે. પરંતુ આ વખતે કોવિડ ના કારણે ૨૦૦ વર્ષ જૂની આ આસ્થા રૂપી પરંપરા આ વખતે શ્રી રામદાસજી ની આજ્ઞા પ્રમાણે બોર ઉછારવાની બદલે મંદિર ના અંદર ની બાજુ એ સ્વયંસેવકો દ્વારા આવેલ ભક્તો ના બાધા માટે ના બોર લઇ પ્રસાદ રૂપે વહેચવામાં આવશે. ૨૦૦ વર્ષ થી ચાલુ આવતી આ પ્રથા સૌ પ્રથમ વાર ચાલુ વર્ષે બંધ કરેલ છે.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ
