વાવ
વાવ ખાતે વાવ અને સૂઇગામ તાલુકાના આશા વર્કર બહેનો ની એક સંગઠન મિટિંગ મળી હતી. જેમાં વાવ અને સૂઇગામ તાલુકાની આશા વર્કર બહેનોની સરકાર પાસે વિવિધ પ્રકારની મોંગ સાથે બનાસકાંઠા જિલ્લાના આશા વર્કર સંગઠન ના પ્રમુખ મતી પિન્કી પરમારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સરકારે કોરોના મહામારી વચ્ચે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સાત મહિનાથી વેતન મળ્યું નથી અને વધુમો જણાવ્યું હતું કે સરકારે તરત આશા વર્કર બહેનોને વર્ગ 4 મો સમાવેશ કરવામાં આવે અને આશા વર્કર બહેનોનું વેતન મળે જો આવું ન થાય તો અમારે આંદોલન કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું હતું.
રિપોર્ટર : લાલજી પરમાર, વાવ