IT એક્ટ તેમજ છેતરપિંડીના ગુનાના આરોપીને ડભોઇ પોલીસે ગણતરીના કલાક માં પકડી પાડ્યો

હિન્દ ન્યૂઝ , ડભોઇ

ડભોઇમાં છેતરપિંડી અને આઇ.ટી.એક્ટના ગુનાની ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા જુદાજુદા સ્રોતને આધારે તપાસ કરી હતી. જેમાં ગણતરીના 9કલાક માં જ આરોપીએ તેના સ્ટેટ બેંકના એકાઉન્ટ દ્વારા સદર એકાઉન્ટ હોલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી હોઇ પોલીસે આરોપીનું પગેરુ દબાવતાં ઉકાઇ તા.સોનગઢ જિ.તાપીથી ઝડપાઇ ગયો હતો. ડભોઇ પોલીસે તેની પાસેથી મુદ્દામાલ રીકવર કરી કસ્ટડી ભેગો કરી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે ફરિયાદની હકીકત, બેન્ક ડીટેઇલ તેમજ વોલેટ ડીટેઇલ આધારે આરોપી નામે મહેન્દ્રકુમાર ગામીત રહે. સબસીડી ફળીયુ, ઉકાઇ તા.સોનગઢ જિ.તાપીથી મુદ્દામાલ સાથે ઝડપી ડભોઇ પોલીસ સ્ટેશને લાવી લોકઅપ ભેગો કર્યો હતો.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment