જામનગર જિલ્લા નાં જોડિયા તાલુકા ખાતે જીરાગઢ ગામે આવેલ ‘શ્રી રોકડીયા હનુમાનજી’ દાદા નું મંદિર શ્રદ્ધા થી પરિપૂર્ણ

હિન્દ ન્યૂઝ, જામનગર

જામનગર જિલ્લા નાં જોડિયા તાલુકાના જીરાગઢ ગામે આવેલ શ્રી રોકડીયા હનુમાનજી દાદા નું ચમત્કારિક મંદિર આવેલ છે.

આ મંદિરે દર્શનાર્થીઓ પગપાળા દર્શન કરવા જાય છે.

તેમજ ભક્તો પોતાની માનતાવો રાખી આ ચમત્કારી મંદિર જઈ ને પુરી કરે છે.

માન્યતા પ્રમાણે માગશર મહિનાના શનિવારે પગપાળા મંદિર સુધી ચાલુને જવાની ખુબ જ મોટી મહિમા છે.

                                                    કહેવાય છે કે જીરાગઢ ગામે હનુમાનજી દાદા એ અનેકોનેક પરચાઓ પણ આપેલ છે. તેમજ આ ગામ થી નજીક વિશાળ આજી ડેમ પણ આવેલ છે. આ ડેમનું પાણી આજુબાજુ ના ગામો મા મીઠું પાણી પીવા માટે તેમજ ખેતી માટે પણ ઉપયોગ નીવડે છે. ભક્તો નું કેહવું છે કે આ ચમત્કારિક શ્રી રોકડીયા હનુમાનજી નાં દર્શન કરતા ખુબ આધ્યત્મિકતા ની ભાંતિ સાથે પુણ્ય પ્રાપ્ત થાય છે અને દર્શન કરવાથી દાદા નાં આશીર્વાદ મળે છે.

રિપોર્ટ : રાજેન્દ્ર જાવિયા, રાજકોટ

Related posts

Leave a Comment