હિન્દ ન્યૂઝ, રાજકોટ
તા.૭/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર દિપ્તીનગર મેઇન રોડ પર રહેતો અને પ્રાઇવેટ નોકરી કરતો ચિરાગ ઘનશ્યામભાઇ વણોલ (ઉં.૧૯) ગત.૧૬ તારીખે ૧૩ વર્ષીય સગીરાને ડી-માર્ટ મોલ પાસેથી તેણીના જન્મદિવસની ગિફ્ટ લઇ આપવાનું કહીં બાઇકમાં બેસાડી ભગાડી ગયો હતો. ભકિતનગર પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરતાં તે ભીંસમાં આવ્યો હતો અને બાળાને છોડી પોતે ભાગી ગયો હતો. પરત આવેલી બાળાએ પોતાને બર્થડે ગિફ્ટ લઇ દેવાને બહાને ચિરાગે ડુંગરાળ વિસ્તારમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યાની વાત કરી હતી. ભક્તિતનગર પોલીસે I.P.C કલમ.૩૬૩,૩૬૬ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બાળા પરત આવ્યા બાદ તેણીએ પોતાની સાથે બળજબરી થયાનું જણાવતાં કલમ.૩૯૬ ની કલમ ઉમેરી તપાસ હાથ ધરી છે. કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલા, જે.બી.પટેલ, નિલેશભાઈ મકવાણા, ધનશ્યામભાઈ ગોસ્વામી, વાલજીભાઈ જાડા, ભાવેશભાઈ મકવાણા, મનિશભાઈ સીરોડીયા, રણજીતસિંહ જાડેજા.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ