અરવલ્લી જીલ્લા એલ.સી.બી. દ્વારા મીત્સુબીસી કંપનીની કાર, વિદેશી દારૂ બોટલ તેમજ એક આરોપી ને પકડી સફળતા સાંપડેલ

હિન્દ ન્યૂઝ, અરવલ્લી

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા તેમજ અભય ચુડાસમા, પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓએ આપેલ સૂચનાઓ મુજબ સંજય ખરાત, પોલીસ અધિક્ષક અરવલ્લી, મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જીલ્લામાં પ્રોહી અંગે અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ. ઉપરોકત સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ આર.કે.પરમાર, પોલીસ ઇન્‍સ્પેકટર, એલ.સી.બી અરવલ્લીનાઓએ આપેલ સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો (૧) એ.એસ.આઇ. અનિલકુમાર અંબાલાલ (ર) અ.હે.કો. મનીશકુમાર બાબુલાલ (૩) અ.પો.કો. નિલેશકુમાર વિષ્ણુભાઇ નાઓ આજરોજ મોડાસા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગ તેમજ નાકાબંધીમાં હતા. તે દરમ્યાન શામળાજી તરફથી એક સફેદ કલરની મીત્સુબીસી કંપનીની ફોર વ્હીલ ગાડી કિં.રૂ.૧,૦૦,૦૦૦/- ની હજીરા પાસે આવેલ પવન ઓટો કંપની આગળ આવતાં રોકી ચેક કરતાં સદર ગાડીમાં દારૂની છુટી બોટલ નંગ ૫ર જેની કિં.રૂ.૩૧,ર૦૦/- નો મળી કુલ મુદામાલ કિં.રૂ.૧,૩ર,ર૦૦/-નો આરોપી જીતેન્દ્દભાઇ બબાભાઇ માલીવાડ રહે.દહેગામડા તા.ભિલોડા જી.અરવલ્લી નાઓ સાથે મળી આવેલ હોઇ, જેના વિરૂધ્ધમાં મોડાસા ટાઉન પો.સ્ટે.માં થર્ડ ગુ.ર.નં. ૧૧૧૮૮૦૦૯૨૦૧૧૪૩/૨૦૨૦ મુજબનો ગુન્હો દાખલ કરાવી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ અરવલ્લી જીલ્લા એલ.સી.બી. પોલીસ ધ્વારા ચોકકસ બાતમી હકીકત આધારે મીત્સુબીસી કાર સાથે વિદેશી દારૂનો મોટો જથ્થો તથા એક આરોપી સાથે પકડી પાડવામાં સફળતા સાંપડેલ છે.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment