હિન્દ ન્યૂઝ, રાજકોટ,
તા.૩૧/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર આમ્રપાલી ફાટક નજીક ઝૂપડામાં રહેતી અને ભંગાર-કચરો વીણી ગુજરાન ચલાવતી નંદીની વિક્રમ રાઠોડ (ઉ.૨૭) નામની દેવીપૂજક પરિણીતાને પતિ વિક્રમ ચંદુભાઇ રાઠોડે છરીથી હુમલો કરી પીઠ-મોઢા પર ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી. ઈજાગ્રસ્ત પરિણીતાની પ્રાથમિક પૂછતાછમાં પોતે કચરો વીણીને આવી ત્યારે દિયર વિપુલે ’તમારી દિકરી આરતી મારૂ મોબાઇલનું સિમકાર્ડ ચાવી ગઇ’ તેમ કહેતાં તેને ૨ વર્ષની છે, એ ન સમજે તમે બીજુ લઇ લેજો તેમ કહેતાં પતિ વિક્રમ પીને બેઠો હોઇ તેણે ભાઇ વિપુલનું ઉપરાણું લઇ ઝઘડો કરી છરીથી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યુ છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ