ગીર સોમનાથ જિલ્લાનાં માનવ વસાહત વિનાનાં ટાપુઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના-મોટા કુલ-૦૫ ટાપુઓ/રોક(ખડક) આવેલા છે. જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગત કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી રાજેશ આલે માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય એવા ટાપુઓ/રોક(ખડક) પર પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાં અનુસાર જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીમર ભેંસલા આઈલેન્ડ, સીમર ભેસલા રોક, સરખડી વિસ્તારમાં રોક, સૈયદ રાજપરા રોક, માઢવાડ ભેસલા ટાપુઓ/રોક(ખડક) ઉપર કોઈપણ…

Read More

બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રામપરા ગામે ૬૦ દિવસીય મેગા ડ્રાઈવ અંતર્ગત કાનૂની સેવા ક્લિનિક ખાતે આરોગ્ય અને બેંકિંગ સેવાઓ માટે કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ          બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રામપરા ગામે નાલ્સા (નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટી)ની ૬૦ દિવસીય મેગા ડ્રાઈવ અંતર્ગત ગ્રામજનોને સરકારી આરોગ્ય અને બેંકિંગ સેવાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તેવા આશયથી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.          જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદના અધ્યક્ષ એમ.જે. પરાશર, ફુલટાઈમ સેક્રેટરી એચ.જે. બ્રહ્મભટ્ટ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ, બરવાળાના ચેરમેનશ્રી જે.એચ. ભટ્ટના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૩૦/૧૧/૨૦૨૬, સોમવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે રામપરા ગ્રામ પંચાયત કચેરી ખાતે આવેલા લીગલ સર્વિસ ક્લિનિકમાં આ કેમ્પ યોજાશે.  …

Read More

નોન ટ્રાન્સપોર્ટ નવી સિરીઝ GJ33P ટુ વ્હીલર વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશે

હિન્દ ન્યુઝ, બોટાદ            વાહન વ્યવહાર કચેરી, બોટાદ દ્વારા નોન ટ્રાન્સપોર્ટ GJ33P ટુ વ્હીલર વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન તા.૦૫/૧૨/૨૦૨૬થી શરૂ કરવામાં આવશે. આ સિરીઝના ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઈચ્છુક વાહનચાલકો તેમના વાહનોનું parivahan.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશે.          વાહન ખરીદ્યાને ૩૦ દિવસ થયા હોય અથવા નવું વાહન ખરીદવાનું હોય તેવા અરજદારો ઓનલાઈન રજીસ્ટર એપ્લિકેશન કરી જરૂરી ફી તથા કરની ભરપાઈ કર્યા બાદ એઆરટીઓ કચેરી, બોટાદ માટે પસંદગી નંબરનું ઓનલાઈન ટેન્ડર બીડ ભરી ઈ-ઓક્શનમાં ભાગ લઈ મનગમતો પસંદગી નંબર મેળવી શકશે.…

Read More

બોટાદ જિલ્લામાં મતદાન મથકોનું પુનર્ગઠન: ગઢડા અને બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન મથકોના સ્થળ ફેરફાર, મર્જર તથા નવા મતદાન મથકોનો ઉમેરો

હિન્દ ન્યુઝ, બોટાદ ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકા અનુસાર મતદારોને સરળતા, સુવિધા અને સુગમતા રહે તે હેતુથી બોટાદ જિલ્લાના ૧૦૬-ગઢડા અને ૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગોમાં મતદાન મથકોના સ્થળમાં ફેરફાર, મતદાન મથકોનું મર્જર તેમજ નવા મતદાન મથકોનો ઉમેરો કરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન મતદારોને મતદાન માટે નજીકના અને સુવિધાજનક સ્થળે મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ થાય, મતદાન મથકો પર મતદારોની સંખ્યાનું યોગ્ય સંચાલન થાય તેમજ મતદાન પ્રક્રિયા સરળતાથી હાથ ધરાય તે હેતુથી મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવેલ છે. ૧૦૬-ગઢડા વિધાનસભા મતદાર વિભાગમાં કુલ ૨૧ મતદાન મથકોના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યા…

Read More