હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના નાગરિકોની સુખાકારી, પર્યાવરણ સંતુલન અને જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી દર મહિનાના પ્રથમ રવિવારે ‘સઘન સફાઈ ઝુંબેશ’, ‘કેચ ધ રેઈન’ અને ‘વૃક્ષારોપણ તથા સુકાયેલ રોપાઓની ફેરબદલી’ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ સમગ્ર ડાંગ જિલ્લામાં વ્યાપક લોકભાગીદારી સાથે મહા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનના ભાગરૂપે વઘઈ સ્થિત પવિત્ર અંબામાતા મંદિર ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિશેષ સફાઈ અભિયાન યોજાયું હતું. જેમાં વઘઈ તાલુકા…
Read MoreMonth: September 2026
વડાપ્રધાનના નવસારી આગમન પૂર્વે ‘સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ૬ઠ્ઠા દિવસે ૧૧૦ ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ
હિન્દ ન્યુઝ, નવસારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા.૮ સપ્ટેમ્બરના રોજ નવસારી ખાતેના આગમનને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનના ૬ઠ્ઠા દિવસે આજરોજ સમગ્ર જિલ્લામાં સઘન કામગીરી કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લાના ૩૮૫ ગામો પૈકી ૧૧૦ ગામો અને ૨૦૪ જાહેર સ્થળોની સફાઈ પૂર્ણ કરીને કુલ ૮૨.૦૫ ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. આ મહાઅભિયાનને સુચારુ રૂપે પાર પાડવા માટે જિલ્લાભરમાં ૬૩૬ કર્મચારીઓની ૧૫૯ સફાઈ ટીમો તૈનાત કરાઈ હતી, જેમાં ૧૨ જેસીબી/લોડર/ટ્રક અને ૫૯ અન્ય વાહનો સહિત કુલ ૭૧ વાહનોનો ઉપયોગ કરાયો હતો. …
Read Moreસ્વચ્છતા સે સ્વાગત અભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રીના નવસારી આગમન પુર્વે મહાસફાઈ ઝુંબેશનો ૭મો દિવસ
હિન્દ ન્યુઝ, નવસારી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા.૮ સપ્ટેમ્બરના રોજ નવસારી ખાતેના પ્રસ્તાવિત આગમનને પગલે નવસારી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી સઘન સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ, જળસંચય સહિતની કામગીરી કરવામાં આવી હતી. સ્વચ્છતા સે સ્વાગત અભિયાનમાં હેઠળ ‘સ્વચ્છતા, જળ સંચય અને વૃક્ષારોપણ’ના ત્રિવેણી સંગમ સમાન નવસારી મહાનગરપાલિકા દ્વારા તમામ ૧૩ વોર્ડમાં નોડલ અધિકારીઓ, એન્જિનિયરો, સેનેટરી ઇન્સ્પેક્ટરો, ગાર્ડન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના સુચારુ સંકલન સાથે વિશેષ મોનિટરિંગ યોજીને સવારે ૮:૦૦ વાગ્યાથી જ સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી. વિવિધ વોર્ડ જેવા કે…
Read Moreવડાપ્રધાનના નવસારી આગમન પૂર્વે નવસારી મહાનગરપાલિકાના તમામ ૧૩ વોર્ડમાં સઘન સફાઈ અને વૃક્ષારોપણ ઝુંબેશ યોજાઈ
હિન્દ ન્યુઝ, નવસારી રાજ્યવ્યાપી ઝુંબેશ અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં સફાઈ કામગીરી, લુંસીકુઈ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ. “રાજ્યવ્યાપી સઘન સફાઈ, જળ સંચય અને વૃક્ષારોપણ ઝુંબેશ” અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં સઘન સફાઈ તથા વૃક્ષારોપણ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા વોર્ડવાર વિસ્તારોની ફાળવણી કરી નોડલ અધિકારીઓ, સુપરવાઈઝરો તથા સફાઈ કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી હતી. ખાસ કરીને વડાપ્રધાનના નવસારી આગમન પૂર્વે વોર્ડ નં. ૧ થી ૧૩ના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના રસ્તાઓ, જાહેર સ્થળો તેમજ આસપાસના વિસ્તારોમાં…
Read Moreવસારી મેયર-કમિશનર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝીટ, જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી ૮ સપ્ટેમ્બરના નવસારી પ્રવાસને અનુલક્ષીને હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વિગતવાર ફિલ્ડ વિઝીટ કરી વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેયરશ્રી તથા મ્યુનિસિપલ કમિશનર દ્વારા હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધી સમગ્ર રૂટ પર ચાલતા જઈ રૂટની વાસ્તવિક સ્થિતિ, માર્ગની સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, માર્ગ પરના બિનજરૂરી અવરોધો તેમજ અન્ય જરૂરી આનુષંગિક વ્યવસ્થાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને સમગ્ર રૂટને સ્વચ્છ, સુઘડ અને સુવ્યવસ્થિત રાખવા માટે…
Read More‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન અંતર્ગત વડોદરામાં પેડલ ક્લીનર સાયક્લોથોન યોજાઈ
હિન્દ ન્યુઝ, વડોદરા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડોદરા આગમનને પગલે વડોદરા મહાનગરપાલિકા અને વી બરોડિયન દ્વારા સંયુક્ત રીતે ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન અંતર્ગત વહેલી સવારે ‘પેડલ ક્લીનર વડોદરા સાયક્લોથોન’નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી યોજાયેલી આ સાયક્લોથોનમાં શહેરના નગરજનો, વિવિધ એનજીઓ, સાયકલિંગ ક્લબના સભ્યો, વિદ્યાર્થીઓ સહિત ૧૦૦૦થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, સાંસદ ડો. હેમાંગભાઈ જોશી, નાયબ મેયર આદિત્યભાઈ પટેલ, અગ્રણી જયપ્રકાશભાઈ સોની, ધારાસભ્ય સતિષભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, કાઉન્સિલરો, મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત…
Read Moreઆધુનિક યુગમાં પણ વિદ્યાર્થીમાં ચારિત્ર્ય નિર્માણ કરી વ્યક્તિત્વ વિકાસ કરવામાં શિક્ષકની ભૂમિકા અનિવાર્ય
હિન્દ ન્યુઝ, આણંદ ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણશાસ્ત્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરી આ દિવસે શિક્ષકો પ્રત્યે આદર અને આભાર વ્યક્ત કરવામાં આવે છે. આજના સમયની વાત કરીએ તો ઘણીવાર એવું લાગે છે કે શિક્ષકનું સ્થાન ધીરે ધીરે AI લેવા લાગ્યું છે અને આજનો યુગ ટેકનોલોજી તથા કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AIનો યુગ છે. માહિતી મેળવવી હોય, કોઈ પ્રશ્નનો જવાબ શોધવો હોય કે…
Read Moreઆણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી
હિન્દ ન્યુઝ, આણંદ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં પ્રત્યેક વર્ષે તા.૫ મી સપ્ટેમ્બરના રોજ આવતા તેમના જન્મદિવસને સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શિક્ષકોના યોગદાનને સન્માનવાના હેતુથી શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવે છે. જે અન્વયે આજે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઇ સોલંકીના અધ્યક્ષસ્થાને અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિમાં બાકરોલ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર ખાતે શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ અને સમરસ વિદ્યાસેતુ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી રમણભાઈ સોલંકીએ…
Read Moreતારીખ 9 અને 10 સપ્ટેમ્બર ના રોજ આણંદમાં યોજાનાર UGC-NET પરીક્ષાના સુચારુ સંચાલન માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો જાહેર
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા આયોજિત UGC-NET ની પરીક્ષાનું સુચારૂ અને નિષ્પક્ષ સંચાલન થાય અને પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાહુલ ગમારા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ એક જાહેરનામું બહાર પાડીને પરીક્ષા કેન્દ્રોની આસપાસ વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ આદેશ આગામી તા. ૦૯/૦૯/૨૦૨૬ થી તા. ૧૦/૦૯/૨૦૨૬ દરમિયાન દરરોજ સવારના ૦૮:૦૦ કલાકથી સાંજના ૧૯:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ જાહેરનામા અનુસાર, આણંદ જિલ્લામાં નિર્ધારિત કરવામાં આવેલા વલ્લભ વિદ્યાનગર સ્થિત દર્શ ઇન્ફોટેકના પરીક્ષા કેન્દ્રનો સમાવેશ…
Read Moreયુવા એકતા સમિતિની ‘ખોજ’ અને ‘ડોનેટ યોર સન્ડે’ ઝુંબેશ દ્વારા સ્લમ વિસ્તારના બાળકોના જીવનમાં શિક્ષણનો ઉજાસ
હિન્દ ન્યુઝ, આણંદ આજે શિક્ષક દિન એ વાત કરવી છે આણંદના મયુરભાઈ સુથારની… કે જે પોતે શિક્ષક ન હોવા છતાં પણ એક તપસ્વી શિક્ષક તરીકેની ફરજ છેલ્લા નવ વર્ષથી બજાવી રહ્યા છે અને સ્લમ વિસ્તારના બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર પણ આપી રહ્યા છે. આણંદ ખાતેની સામાજિક પરિવર્તન અને સેવા કાર્ય માટે કાર્યરત સંસ્થા ‘આવિષ્કાર સંસ્થાન’ અને તેની સંલગ્ન ‘યુવા એકતા સમિતિ’ દ્વારા વિતેલા દાયકાથી સમાજના વંચિત વર્ગોના ઉત્થાન માટે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. સંસ્થાના સ્થાપક ચેરમેન અને સામાજિક-રાજકીય અગ્રણી શ્રી મયુરભાઈ સુથાર દ્વારા સામાજિક સેવા ક્ષેત્રે વધુ એક…
Read More