સ્વચ્છતા સે સ્વાગત અભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રીના નવસારી આગમન પુર્વે મહાસફાઈ ઝુંબેશનો ૭મો દિવસ

હિન્દ ન્યુઝ, નવસારી

   દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા.૮ સપ્ટેમ્બરના રોજ નવસારી ખાતેના પ્રસ્તાવિત આગમનને પગલે નવસારી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી સઘન સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ, જળસંચય સહિતની કામગીરી કરવામાં આવી હતી. 

             સ્વચ્છતા સે સ્વાગત અભિયાનમાં હેઠળ ‘સ્વચ્છતા, જળ સંચય અને વૃક્ષારોપણ’ના ત્રિવેણી સંગમ સમાન નવસારી મહાનગરપાલિકા દ્વારા તમામ ૧૩ વોર્ડમાં નોડલ અધિકારીઓ, એન્જિનિયરો, સેનેટરી ઇન્સ્પેક્ટરો, ગાર્ડન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના સુચારુ સંકલન સાથે વિશેષ મોનિટરિંગ યોજીને સવારે ૮:૦૦ વાગ્યાથી જ સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી. વિવિધ વોર્ડ જેવા કે દરજી ચોક, ધેલખડી, તાશ્કંદ નગર, ન્યુ રિંગરોડ, શિવાજી ચોક, ગોપાલ નગર, ચિત્રકૂટ લાઇબ્રેરી અને કૌશલ્યા પાર્ક સોસાયટી સહિતના જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં સફાઈ ટીમો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સાથે કચરાનો યોગ્ય વૈજ્ઞાનિક નિકાલ, ગટર અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક નાબૂદી અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી. 

         આ સફાઈ ઝુંબેશમાં ડે.મેયરશ્રીમતી કેયરીબેન દેસાઈ, મોટી સંખ્યામાં ચુંટાયેલા કોર્પોરેટરો અન્ય પદાધિકારીઓ, નોડલ અધિકારીઓ, સફાઈ કર્મીઓ જોડાયા હતા.  

              બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન અને નવનિર્મિત ‘નમો કમલમ’ કાર્યાલયના ઉદ્ઘાટન સહિતના ભવ્ય કાર્યક્રમને સુચારુ રીતે પાર પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ સ્થળે, વિશાળ ડોમ, સ્ટેજ, પાર્કિંગ, એલ.ઈ.ડી. સ્ક્રીન, સુરક્ષા પ્રોટોકોલ, ટ્રાફિક વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણી અને શૌચાલયની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

 

Related posts

Leave a Comment