હિન્દ ન્યુઝ, વડોદરા શિક્ષણ અધવચ્ચેથી છોડી જનારા બાળકોને પરત શાળાએ લાવવા માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આનંદ પાટીલે અભિયાન છેડ્યું છે. આ બન્ને અધિકારીઓ દ્વારા આજે ડ્રોપ આઉટ થયેલા બાળકો અને તેમના પરિવારજનોને તેમના ઘરે જઇને રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. શાળા છોડી જનારા બાળકને લાગણીપૂર્વક શિક્ષણ ફરી શરૂ કરવા સમજાવવામાં આવ્યા હતા. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી આજે સવારના બાજવા અને સાંકરદા ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક છાત્રાના પરિવારની મુલાકાત લીધી હતી. બન્ને અધિકારીઓ છાત્રાના માતાપિતા પાસે બેસીને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. છાત્રા…
Read MoreDay: June 9, 2026
કચ્છ જિલ્લા ના અલગ અલગ વિસ્તારોમાં પ્લાસ્ટિક મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, કચ્છ અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ આજરોજ રાપર તાલુકાના પ્રાગપર મુકામે કરેલ જેમાં ગામની જાહેર જગ્યાઓ , શેરીઓ, જાહેર રસ્તાઓની આજુબાજુ વગેરે જગ્યાઓના કચરાની સફાઈ કરવામાં આવી હતી.ગામનું પ્લાસ્ટિક એકત્રિત કરવા સાથે અને વેપારીઓને પ્લાસ્ટિક ના વાપરવા અને એની જગ્યાએ કાપડની થેલી વાપરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ આજરોજ અંજાર તાલુકા ના ભીમાસર મુકામે યોજવામાં આવ્યો હતો. આજે રોજ ભચાઉ તાલુકાના ખારોઈ ગામે સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત સ્વચ્છતા અને પ્લાસ્ટિક ન વાપરવા બાબતે મિટિંગ દ્વારા વેપારીઓ જાગૃત કરવામાં આવ્યા તથા રસ્તાની…
Read Moreઅબડાસા તાલુકાના વાયોર ખાતે ઢોલના નાદ સાથે “સ્વચ્છતા જાગૃતિ પદયાત્રા” યોજાઈ
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ-ભુજના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત અબડાસા દ્વારા આજરોજ વાયોર ગામ ખાતે “સ્વચ્છતા સપ્તાહ અભિયાન” નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કચ્છની પરંપરા મુજબ ઢોલ વગાડીને ગામના મુખ્ય માર્ગો અને બજારમાં થઈને પદયાત્રા પસાર થઇ હતી અને નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો. આ રેલીમાં તાલુકા પંચાયત સદસ્યશ્રી, અબડાસા તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, તલાટીશ્રી, સ્થાનિક સામાજિક અગ્રણીઓ, વિવિધ સરકારી કર્મચારીઓ અને શાળાના વિધાર્થીઓ સહિત સર્વે ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. સહભાગીઓએ હાથમાં પર્યાવરણ અનુકૂળ કાપડના બેનરો અને જાગૃતિ દર્શાવતા સૂત્રોના પ્લેકાર્ડ્સ સાથે સમગ્ર…
Read Moreકચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા નખત્રાણાના નિરોણા અનામત જંગલ વિસ્તારમાંથી ૩૦૦ હેક્ટરનું બિનઅધિકૃત દબાણ દૂર કરાશે
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ પશ્ચિમ વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની નખત્રાણા (પૂર્વ) રેન્જના નિરોણા ગામે આવેલ ૬૭૬૬.૨૫ હેક્ટર જમીનને સચિવાલય, ગાંધીનગરના ગેઝેટ નોટિફિકેશન ક્રમાંક: AKH/140-79/FLD-16791-87507-P-2, તારીખ ૨૨/૦૮/૧૯૭૯થી ‘અનામત જંગલ’ તરીકે જાહેર કરવામાં આવેલી છે. આ જમીન પૈકીના નિરોણા ભાગ-૧ ની ૧૬૮૦.૭૪ હેક્ટર જમીનમાંથી અંદાજિત ૩૦૦ હેક્ટર જમીન પર નિરોણા ગામના ખેડૂતો તથા આજુબાજુના ગામના લોકો દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરી છેલ્લા આશરે ૩૦ વર્ષથી બિનઅધિકૃત રીતે ખેતી વિષયક દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણ દૂર કરવા માટે આજ રોજ તારીખ ૦૮/૦૬/૨૦૨૬ના વન સંરક્ષકશ્રી, કચ્છ વન વર્તુળ, ભુજ ડૉ. ધીરજ મિત્તલ…
Read Moreકચ્છ જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતા અભિયાન સપ્તાહ અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતા અભિયાન સપ્તાહ અંતર્ગત આજરોજ ગ્રામ પંચાયતો દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દ્વારા ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સ્વચ્છ ગામના સંકલ્પને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ તાલુકા પંચાયતના સહયોગથી સમગ્ર કચ્છ જિલ્લામાં સ્વચ્છતા અંગેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કણખોઇ, મીઢીંયારી, રવમોટી, માથક, નરા, મસ્કા સહિતના કચ્છના તમામ તાલુકાના ગામોમાં રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ સ્વચ્છતા સંબંધિત સૂત્રોચ્ચાર કરી ગ્રામજનોને પોતાના ઘર, શેરી, ગામ તથા…
Read Moreઆગામી તા.૨૦ઓગસ્ટ,સુધી દેશલપર-હાજીપીર રોડ ભારે/અતિભારે વાહનોની અવર-જવર માટે બંધ રહેશે
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ, અનિલ રાણાવસિયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તા.૨૦/૦૮/૨૦૨૬ સુધીના સમયગાળા માટે દેશલપર-હાજીપીર રોડ કિ.મી.૦/૦ થી ૩૨/૦ પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર બંધ કરવા તેમજ આ માર્ગ પરથી દેશલપર-હાજીપીર રોડ પર અવર-જવર કરતા ભારે/અતિભારે વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા હુકમ ફરમાવેલ છે. આ હુકમ અન્વયે ભારે વાહન શબ્દનો અર્થ મોટર વ્હીકલ એક્ટમાં જે વ્યાખ્યા આપી છે તે થાય છે. અનુસૂચિ પ્રમાણે (૧) હાજીપીરથી જખૌ પોર્ટ તરફનો હાજીપીર-લુડબાય-ઢોરો-મુરૂ-દેશલપર(ગું.)-કોટડા(જ)-ઉખેડા-બાલાપર-બીટ્ટા-જખો પોર્ટ રોડવાળો રૂટ અને (૨) હાજીપીરથી ભુજ (મુન્દ્રા-કંડલા) તરફનો હાજીપીર-લુડબાય-ઢોરો-મુરૂ-દેશલપર(ગું.)-કોટડા(જ)થી નખત્રાણા, ભુજ, શેખપીર…
Read Moreગોબરધન ગેસ પ્લાન્ટ યોજના અંતર્ગત મિંટીંગનું આયોજન
હિન્દ ન્યુઝ, માંડવી આજ રોજ માંડવી તાલુકાના કાઠડાં ગામે ગોબરધન ગેસ પ્લાન્ટ યોજના અંતર્ગત મિંટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ગોબરઘન ગેસ ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ગોબરધન ગેસ પ્લાન્ટથી લાભાર્થીને થતા ફાયદો વિશે સમજાવવામાં આવ્યું હતું. VBG RAM-G(મનરેગા) યોજનાની માર્ગદર્શિકા મુજબ આ લાભ આપી શકાય તેની વિસ્તૃત માહિતી આપી સાથે સાથે irdp યોજના વિશે સમજાવવામાં આવ્યું હતું.
Read More