નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે કહ્યું નવા વર્ષમાં દરેકને પોતાનું સર્વશ્રેષ્ઠ રૂપ મળે

પીપલોદ નિરંકારી સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજે નવા વર્ષના ઉપદેશમાં પોતાના ભાવ વ્યક્ત કરતા કહ્યું કે ‘ દાતાર કૃપા કરે કે વર્ષ 2020 માં આપણને પોતાનું સર્વશ્રેષ્ઠ રૂપ પ્રદાન કરે. આપણે ગયા વર્ષની આપણી ભૂલોનું પુનરાવર્તન ન કરીએ. હંમેશા બીજાને ખુશી આપતા રહીએ અને સ્મિત વેહચતાં રહીએ. આપણું ધ્યાન માત્ર સેવા, સત્સંગ અને સુમિરણ પર કેન્દ્રિત રહે અને જેમ બ્રહ્મજ્ઞાન ની રોશનીથી આપણું જીવન બદલાયું છે, આપણે એ જ બદલાવ આપણા સંપર્કમાં આવનારમાં પણ લાવી શકીએ. તેમણે કહ્યું કે આપણને જે શિક્ષા સત્સંગમાં મળે છે તેને આપણે કાયમ યાદ રાખીએ. આપણું…

Read More

બોગસ ડૉકટરો થી લોક જીવન ખતરા માં,અનેક ગામો માં કોઈ પણ ડીગ્રી વગર ના ઊંટ વૈદ્યો નો રાફડો

રાધનપુર, કમ્પાઉન્ડર માં પણ ના રાખે તેવા ડૉકટરો ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના દવાખાના બનાવી લોકો ના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા અટકાવાય તેવી લોક માંગ રાધનપુર,સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આ તાલુકા ની ભોળી અભણ પ્રજા હોઈ તેનો ફાયદો ઉઠાવી લોકો ના સ્વાસ્થ્ય સાથે ડિગ્રી વગર ના બોગસ ડૉકટરો ગામડે ગામડે એલોપેથીક ની દવા કરી લોકો ને લુંટી રહ્યા છે. ઘણા સમય થી રાધનપુર, સાંતલપુર ના ગામો માં સ્થળ તપાસ કરી લોકો ને પુછતાં બોરૂડા માં પ્રભાત ભાઈ રાવળ ,ભીલોટ માં નિલેશભાઈ ,પાટણકા માં અજિતભાઈ ,અબીયાણા માં બાબુભાઇ તેમજ દરજી ,ઝઝામ માં પણ…

Read More

નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધાબળા વિતરણ

જામખંભાળીયા, “સેવા પરમો ધર્મ” સૂત્ર સાર્થક કરતા “નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા જામખંભાળીયા દ્વારકા હાઇવે પર આવેલી ઝૂંપડપટ્ટીમાં ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું. જેમા ટ્રસ્ટ ના પ્રમુખ દીપકભાઈ ચાવડા, મનસુખભાઇ ગોહેલ તેમજ સામાજિક કાર્યકરો ઇન્દ્રજીતસિંહ પરમાર, અશોકભાઈ કાનાણી, સુરપાલ સિંહ ચુડાસમા, નિરવભાઈ કવયા, અમિતભાઇ જોશી વગેરે જોડાયા હતા.

Read More

જામનગરમાં નવતનપુરીધામમાં આચાર્ય શ્રી108 કૃષ્ણમણીજી મહારાજના 56માં જન્મદિવસની ઉજવણી

જામનગર, જામનગરમાં શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિર ખાતે 1 જાન્યુઆરી 2019 ના સવારે 9 વાગ્યાથી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણીજી મહારાજના 56માં જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પ્રણામી ધર્મના સંતો-મહંતોએ આચાર્ય કૃષ્ણમણીજી મહારાજશ્રીનું પૂજન-અર્ચન કર્યું હતું. આ પ્રસંગે જામનગરના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપરાંત દેશ-વિદેશમાંથી સુંદરસાથજી ભાવિકોએ કૃષ્ણમણીજી મહારાજને જન્મદિવસે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી આર્શીવાદ લીધા હતા. આ પ્રસંગે ખીજડા મંદિર ખાતે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : નયનાબેન દવે

Read More

હિન્દ ન્યુઝ ના મોરબી જિલ્લા બ્યુરોચીફ કાળુભાઈ પાંચીયા ના જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ અભિનંદન

કાલાવડથી પ્રસિદ્ધ થતું એકમાત્ર સમાચાર પત્ર “હિન્દ ન્યુઝ” ના મોરબી જિલ્લા બ્યુરોચીફ, સાઉથ એશિયન રીપોર્ટર્સ એસોસિયેશન ના મોરબી જિલ્લા પ્રમુખ, રાષ્ટ્રીય એકતા મંચ ના સૌરાષ્ટ્ર પ્રભારી , ટીમ મોદી સપોર્ટસ ના મોરબી જિલ્લા પ્રમુખ, અને ભાજપા સહયોગી સંગઠન ના મોરબી જિલ્લા પ્રમુખ તથા મોરબી જિલ્લામાં સમાજલક્ષી કાર્યોમાં હરહંમેશ ઉત્સુક અને સાહસી  કાળુભાઈ પાંચિયા ને તેમના જન્મદિવસ નિમિત્તે “હિન્દ ન્યુઝ”પરિવાર તરફથી શુભેચ્છા સહ ખૂબ ખૂબ અભિનંદન.

Read More