હિન્દ ન્યુઝ, આણંદ વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે આણંદ જિલ્લામાં પર્યાવરણની જાળવણી માટે વિશેષ જનજાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિન પખવાડિયાની ઉજવણીનાં ભાગ રૂપે મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમ થીમ અને એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત બોરસદ ન્યાય મંદીર તથા સોજીત્રાના વિરોલ તથા આંકલાવ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં વનવિભાગ દ્વારા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના અવસરે સખી મંડળનાં બહેનો, પોલીસ કર્મીઓ,નગર પાલિકાના કર્મીઓ તથા સ્વચ્છાગ્રહીઓ ઉપસ્થિત રહ્યાં…
Read MoreCategory: Nature
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે “પ્લાસ્ટીક અવેરનેશ” અંગે સેમિનાર યોજાયો
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હિન્દ ન્યુઝ, આણંદ પ મી જુનને સમગ્ર વિશ્વ “વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઉજવે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ ઉજવણીમાં ઔદ્યોગીક એકમો પણ સહભાગી બને તે આશય સાથે ઔદ્યોગીક વસાહતો / એકમોને સાથે રાખીને ઔદ્યોગીક એકમોને “પ્લાસ્ટીક અવેરનેશ” અંગેનું માર્ગદર્શન આપવા માટે આણંદની ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડ, જી.આઈ.ડી.સી., નોટીફાઇડ એરીયા ઓફીસ, આણંદ મહાનગર પાલિકા તથા જીવર્તન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક માહિતીસભર કાર્યક્રમ વિઠ્ઠલ ઉદ્યોગ નગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના…
Read Moreવેસ્ટ પ્લાસ્ટિકની બોટલ નો ઉપયોગ કરી રાજોડપુરા પ્રાથમિક શાળાની બેસ્ટ કમ્પાઉન્ડ વોલ બનાવાઇ
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાન ને આગળ ધપાવતા આણંદના પ્રાંત અધિકારી મયુરભાઈ પરમાર દ્વારા તેમના હસ્તકના આણંદ અને ઉમરેઠ તાલુકાઓમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાઓ દરમિયાન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વેસ્ટ પ્લાસ્ટિક બોટલો એકત્ર કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને આ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરીને પર્યાવરણ જાગૃતિ નો સંદેશો અને વેસ્ટ માંથી બેસ્ટ કઈ રીતે કરી શકાય તેની સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આણંદ અને ઉમરેઠ તાલુકાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે એક લાખ…
Read Moreવિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ : પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઉત્તમ સેવાકાર્ય બદલ ગઢડાના શિક્ષકને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાની શ્રી બ્રાંચ શાળા નં-૬ના મદદનીશ શિક્ષક વિનોદભાઈ આર. શિયાળને ગુજરાત રાજ્યનાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિતભાઈ જોષી તેમજ બી. જે. પાઠક (નિવૃત્ત IFS–ગાંધીનગર)ના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો “એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ-૨૦૨૫” આપી સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરનાં અન્ય ૧૪ રાજ્યનાં કુલ ૧૨૦ જેટલાં શિક્ષકો તેમજ પર્યાવરણ પ્રેમીઓને રાષ્ટ્રીય કક્ષાએ “એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ-૨૦૨૫” એનાયત કરવામાં આવ્યો છે. જે બદલ વિનોદભાઈને બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં છે. …
Read Moreવિશ્વ પર્યાવરણ દિવસે ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે મિયાવાકી પદ્ધતિથી નિર્માણ કરેલા વન કવચની મુલાકાત લેતા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર હર્ષદ વોરા
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરાએ ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતેના મિયાવાકી પદ્ધતિથી નિર્માણ કરેલા વન કવચની મુલાકાત લીધી હતી. ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે સ્થાનિક સ્તરે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું છે. જેનો ઉદ્દેશ ઓછી જમીનમાં ઝડપથી સઘન વનરાજી ઊભી કરવાનો છે. રાજ્ય સરકારે રાજ્યમાં ઝડપથી વૃક્ષો ઉગાડવા માટે વન કવચ બનાવવાનું બીડું ઝડપ્યું છે. ગુજરાતમાં મિયાવાકી પદ્ધતિથી વન કવચ ઊભા કરવાની પહેલ પર્યાવરણ સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે મિયાવાકી પદ્ધતિથી…
Read Moreવલસાડ જિલ્લામાં ઠેર ઠેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં ઠેર ઠેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, જિલ્લા વિકાસ અધિકારીએ આકાશવાણી પર જાગૃતિ સંદેશ આપ્યો ગ્રામસભાઓમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક મુક્ત ગામ તેમજ સ્વચ્છતા અંગે સમજણ આપતી રેલી સહિતના કાર્યક્રમો યોજાયા ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પર્યાવરણની જાળવણી માટે 5-R ઉપર ભાર મુકાયો, માઇક્રો પ્લાસ્ટિક અંગે વિદ્યાર્થીઓને જાણકારી અપાઈ “આપણું પર્યાવરણ” વિષય ઉપર ઓપન હાઉસ ક્વિઝ કોમ્પિટિશન પણ યોજાઈ
Read Moreરાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસની શાનદાર ઉજવણી
હિન્દ ન્યુઝ, વાપી વાપીના લખમદેવ તળાવ અને ચલાના અટલબિહારી વાજપેયી જન ઉદ્યાનના રિડેવલપમેન્ટનું મંત્રીના હસ્તે ડિજિટલ અનાવરણ કરાયુ રોજની જીવનચર્યામાં આપણે પર્યાવરણનું ધ્યાન રાખીશુ તો આવનારી પેઢીને સુરક્ષિત ભવિષ્ય આપી શકીશુંઃ મંત્રી કનુભાઈ દેસાઈ વાપી મનપા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીક માટે પોતાની કચેરીથી જ શરૂઆત કરાઈ, તમામ સ્ટાફને પીવાના પાણી માટે સ્ટીલની બોટલ અપાઈ વાપીને લીલુછમ હરિયાળુ બનાવવા માટે ચાલુ વર્ષે ૫૦ હજાર વૃક્ષો રોપવામાં આવશેઃ કમિશ્નર યોગેશ ચૌધરી
Read Moreપ્લાસ્ટિક બેગ્સના અન્ય ઇકો ફ્રેન્ડલી વિકલ્પો અપનાવી પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવીએ
૫ જૂન: વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને કાર્યવાહી કરવા પ્રેરવાનો એક મહત્વપૂર્ણ દિવસ છે. આ વર્ષે ‘વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫’ ની થીમ ‘પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવીએ (Beat the Plastic Pollution)’ છે. આ થીમ અંતર્ગત, પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતા નુકસાન વિશે લોકોને માહિતગાર કરવા અને હાનિકારક પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટેના પ્રયાસો કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ પખવાડિયાની ઉજવણી પણ કરવામાં આવી રહી છે, જે આ પ્રયાસોને વધુ વેગ આપશે. રોજિંદા જીવનમાં પ્લાસ્ટિક પ્રદૂષણના સૌથી મોટા વાહકોમાંની એક છે પ્લાસ્ટિક…
Read Moreભાવનગરનું રીજીયોનલ સાયન્સ સેન્ટર (આરએસસી) સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી તથા ઝીરો વોટર વેસ્ટ કેમ્પસ
વિશ્વ પર્યાવરણ દિવસ, 5 જૂન હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ભાવનગરમાં ઉચ્ચકોટીનું રીજીયોનલ સાયન્સ સેન્ટર (આરએસસી) વિકસાવામાં આવેલ છે. આરએસસી ભાવનગરનું લોકાર્પણ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૨ના રોજ કરવામાં આવ્યું છે. આરએસસી ભાવનગર નારીગામ નજીક, અમદાવાદ હાઈવે પર ૨૦ એકર જમીનમાં લીલુછમ વાઈબ્રન્ટ કેમ્પસ ધરાવે છે. આરએસસી ભાવનગર, લોકોમાં વૈજ્ઞાનિક શિક્ષણ અને વિજ્ઞાન પ્રત્યે જાગરૂકતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. શાળાના વિદ્યાર્થીઓમાં સાયન્ટીફીક એપ્રોચ કેળવાય તે હેતુથી વિવિધ પ્રવૃતિઓ, લાઇવ ડેમોન્સ્ટ્રેશન, સાયન્ટીફીક એક્સપેરીમેન્ટ,…
Read Moreબેંકરમાંથી ફાર્મર બની મશરૂમનું માતબર ઉત્પાદન કરતાં વર્ષાબહેન આલોક
હિન્દ ન્યુઝ, ધોળકા ગુજરાતમાં ‘ઈઝ ઓફ બિઝનેસ’ની જેમ ‘ઈઝ ઓફ ફાર્મિંગ’ પણ છે, વ્યવસાય માટે વિશાળ તકોની ઉપલબ્ધિ જોતાં મશરૂમની ખેતી માટે ગુજરાતની પસંદગી કરી ધોળકામાં મશરૂમની ખેતી માટે કન્ટ્રોલ્ડ એન્વાયર્નમેન્ટ ફાર્મ યુનિટ સ્થાપ્યું છે : વર્ષાબહેન મશરૂમની ખેતી થકી ધોળકાની 40 મહિલાઓ સહિત 50 લોકોને રોજગારી આપતા વર્ષાબહેન જણાવે છે કે મશરૂમ વે–પ્રોટીન તેમજ અનેક વિટામિનનો સ્રોત છે, જે ખોરાક અને દવા એમ બંનેમાં ઉપયોગી છે.
Read More