કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨.૦ કાર્યક્રમ: વર્ષ ૨૦૨૫- ૨૬

હિન્દ ન્યુઝ, આણંદ     તા.૨૬ થી તા.૨૮ જૂન, ૨૦૨૫ (ગુરુવાર થી શનિવાર) દરમિયાન શાળાની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેસિડેન્સિયલ શાળા સહિતની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની બ્રિફિંગ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યોજાયેલ બ્રિફિંગ મિટિંગમાં વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સહીત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બ્રિફિંગ મીટીંગ અંતર્ગત અમૂલ્ય માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ…

Read More

ધો.-૧૦ અને ધો.-૧૨ની પૂરક પરીક્ષા અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      સમગ્ર જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પૂરક પરીક્ષા તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમિયાન યોજાશે. પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના કોઈપણ ભય અને ત્રાસ વગર પરીક્ષા આપી શકે અને કાયદો અને પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામા અનુસાર તા. ૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ ના રોજ સવારના ૦૯.૦૦ કલાકથી સાંજના ૧૯.૦૦ સુધી અમુક કૃત્ય કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીઓમાં ચાર કરતા વધારે લોકોએ એકઠાં થવું નહીં…

Read More

પૂરક પરીક્ષા-૨૦૨૪ના સુચારૂ આયોજન માટે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ,       સમગ્ર જિલ્લામાં તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમિયાન ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષાઓ ગેરરીતિ વગર અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ પૂરક પરીક્ષાઓની તૈયારીઓ અને સુનિયોજીત આયોજન વિશે માહિતી મેળવી હતી. કલેક્ટરએ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને પરીક્ષા દરમ્યાન વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવવા, આરોગ્ય વિભાગના અધિકારીઓને તમામ પરીક્ષા સ્થળો ખાતે એક મેડીકલ ટીમ રાખવાની સૂચનાઓ આપી હતી.  જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી.બોરીચા દ્વારા પૂરક પરીક્ષાના આયોજન અંગે વિગતો આપતા…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડભોઇમાં સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્દઘાટન કરી વિદ્યારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, ડભોઇ       ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૦ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ દ્વારા વિજ્ઞાન પ્રવાહ તરફ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું છે  ૦ માત્ર એક વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૭ ટકાનો વધારો નોંધાયો  ૦ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી શિક્ષણમાં સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી બંને બાજુ વિકાસ થયો ૦ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે સૌએ શિક્ષિત, સંસ્કારયુક્ત અને સંકલ્પશીલ એવી “અમૃત પેઢી” ઘડવી પડશે

Read More

વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ની ભારતીય સિવિલ સર્વિસ અને ફોરેસ્ટ સર્વિસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ ૬૧ તેજસ્વી ઉમેદવારોના સન્માન સમારોહ અને વાર્ષિક મિલન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, અમદાવાદ     એસોસિએશન ઓફ SPIPA સ્ટુડન્ટ્સ’ એલ્યુમ્ની (ASSA) દ્વારા અમદાવાદના GSC બેંક ઓડિટોરિયમ ખાતે વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ની ભારતીય સિવિલ સર્વિસ અને ફોરેસ્ટ સર્વિસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ ૬૧ તેજસ્વી ઉમેદવારોના સન્માન સમારોહ અને વાર્ષિક મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ ગૌરવશાળી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલે હાજરી આપી ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા.

Read More

વિદ્યાર્થી, વાલી, શાળાના સંચાલકો અને શિક્ષકોને માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, રાજકોટ      ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નં 1800 2335500 શરૂ કરાશે આ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર તા. 16 જૂનથી 3 જુલાઈ દરમિયાન સવારે 11થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે વિદ્યાર્થી, વાલી, શાળાના સંચાલકો અને શિક્ષકોને બોર્ડની પરીક્ષા અંગે અનુભવી કાઉન્સેલર તથા સાયકોલોજીસ્ટ માર્ગદર્શન પૂરું પાડશે રાજ્યમાં RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ 2231 બાળકોને પ્રવેશ અપાયા ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ આગામી તા. 13 જૂન સુધીમાં જે તે શાળામાં પોતાનો પ્રવેશ નિયત કરાવી…

Read More

આઈ.ટી.આઈ વાસદમાં પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો જોગ

હિન્દ ન્યુઝ, આણંદ     ઓગસ્ટ – ૨૦૨૫ અંતર્ગત આઈ.ટી.આઈ વાસદમાં ખાતે પ્રવેશ કામગીરી શરૂ કરવામાં આવી છે.પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં સંસ્થા ખાતે https://itiadmission.gujarat.gov.in ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું તેમજ રજિસ્ટર્ડ કરવાનું રહેશે. પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ તમામ અસલ પ્રમાણપત્રો સાથે આઈ.ટી.આઈ,વાસદ ખાતે રૂબરૂમાં સંપર્ક કરવા જણાવાયુ છે. 

Read More

પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઉત્તમ સેવાકાર્ય બદલ ગઢડાના શિક્ષકને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ

વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ હિન્દ ન્યુઝ, બોટાદ    શ્રી બ્રાંચ શાળા નં-૬ના મદદનીશ શિક્ષક વિનોદભાઈ આર. શિયાળનું રાષ્ટ્રીય કક્ષાનો “એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ-૨૦૨૫” આપી સન્માન કરાયું પર્યાવરણ બચાવો અભિયાન, ચકલી બચાવો અભિયાન, બાળકનાં જન્મદિને એક વૃક્ષ માતાને નામ, પ્લાસ્ટિક મુકત ભારત વગેરે જેવી અનેક કામગીરી કરી બાળકોને પ્રેરણા આપતાં શિક્ષક વિનોદભાઈ ગુજરાત સહિત દેશભરનાં અન્ય ૧૪ રાજ્યનાં કુલ ૧૨૦ જેટલાં શિક્ષકો તેમજ પર્યાવરણ પ્રેમીઓને રાષ્ટ્રીય કક્ષાએ “એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ-૨૦૨૫” એનાયત

Read More

આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ તા. 5 જૂનના રોજ ગાંધીનગર ખાતેના નવનિર્મિત ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કરશે

હિન્દ ન્યુઝ, ભાવનગર     આરોગ્ય વિષયક સેવા-સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સર્વગ્રાહી સમીક્ષા થઈ શકે તે માટે ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર તૈયાર કરાયું આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં હેલ્થ હેલ્પલાઇન નંબર 104 કાર્યરત કરાયો તથા PMJAY હેલ્પલાઇન પણ શરૂ કરાઈ 

Read More

શ્રી સત્ય સાઈ વિદ્યાલય ખાતે ચાલતા નેવલ યુનિટ એન.સી.સી. કેમ્પની મુલાકાત લઈ કેડેટ્સને પ્રોત્સાહિત કરતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર

હિન્દ ન્યુઝ, જામનગર       જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે શ્રી સત્ય સાઈ વિદ્યાલય ખાતે ચાલી રહેલા નેવલ યુનિટના એન.સી.સી.કેમ્પની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે કેડેટ્સને પ્રોત્સાહિત કર્યા અને તેમને ‘રાષ્ટ્ર સેવા પરમો ધર્મ’ નો મહત્વપૂર્ણ મંત્ર આપી શિસ્ત, સેવા અને મહેનતની જીવનમાં કેટલી અગત્યતા છે તે વિશે વિસ્તાર પૂર્વક સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ગુણો માત્ર રાષ્ટ્રસેવા માટે જ નહીં, પરંતુ વ્યક્તિગત વિકાસ અને સફળતા માટે પણ અત્યંત જરૂરી છે. કલેક્ટરના પ્રેરણાદાયી શબ્દોથી યુવા કેડેટ્સમાં દેશભક્તિ અને સમર્પણની ભાવના વધુ પ્રબળ બની હતી. અહીં કેડેટસે…

Read More