હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે વિવિધ યોજનાઓ અમલી બનાવાઇ છે. વિદ્યાર્થી પોતાની આવડત અને કૌશલ્યને સાચી દિશા આપે તે માટે ઇન્ડિયન એરફોર્સ સિલેકશન મુંબઈ અને રોજગાર કચેરી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે ધર્મેન્દ્ર સિંહજી આર્ટસ કોલેજ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં ભારતીય વાયુદળના કોર્પોરલ જયદીપસિંહ પરમાર અને સાર્જન્ટ નરેન્દ્રસિંહ શેખાવતે વિદ્યાર્થીઓને ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાવા અને “અગ્નિવીર વાયુ યોજના” સહિતની કારકિર્દી ઘડતર અંગે જરૂરી તમામ માહિતી આપી હતી.
Read MoreCategory: Education
રાજકોટ શહેરના વિદ્યાર્થીઓ માટે INTACH દ્વારા નેશનલ હેરિટેજ ક્વિઝ 3.૦ નું આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે INTACH દ્વારા નેશનલ હેરિટેજ ક્વિઝ 3.૦ નું આયોજન થયું હતું. આ ઇવેન્ટ INTACH રાજકોટ ચેપ્ટર, રાજકોટ સેલ્ફ-ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન, રેડિયો રાજકોટ ૮૯.૬ એફએમ, રોટરી મીડ ટાઉન લાઇબ્રેરી અને રાષ્ટ્રીય શાળાના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી. વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ વચ્ચે જ્ઞાનની વહેંચણી અને તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો હતો. આપણા વારસાને અનુલક્ષીને આ સ્પર્ધામાં ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અને ૧૮ શાળાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૨ રાઉન્ડ યોજવામાં આવ્યા હતા. જેમાં આપણા વારસાનું જ્ઞાન, ઝડપી વિચાર અને…
Read Moreકેન્દ્ર સરકારના વિકસિત ભારત@2047નાં સંકલ્પને રજૂ કરતું ચિત્ર પ્રદર્શન યોજાશે
હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા.૨૨ અને ૨૩ ઓક્ટો.ના રોજ ‘વિકસિત ભારત @2047’ વિષય પર નર્મદ યુનિ.ના શ્રીમદ્દ રાજચંદ્ર પ્રાર્થના હોલમાં ચિત્ર પ્રદર્શન યોજાશે. ચિત્ર પ્રદર્શનનું ઉદ્દઘાટન તા.૨૨મીના રોજ સવારે ૧૦.૩૦ વાગે કુલપતિ ડૉ કે. એન. ચાવડા અને કુલસચિવ ડૉ આર. સી. ગઢવીના હસ્તે કરવામાં આવશે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો અને VNSGU દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં કેન્દ્ર…
Read Moreગીર સોમનાથમાં શિક્ષણ અધૂરૂં છોડી દેતા બાળકોનો સર્વે થશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ દરેક બાળક શિક્ષિત થઈ શકે તેવા હેતુસર સરકાર દ્વારા રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત ૬થી ૧૯ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. કેટલાક કિસ્સાઓમાં બાળકો દ્વારા ભણતર અધુરૂં છોડી દેવામાં આવે છે. આવા બાળકો માટે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેથી તેઓ ફરીથી પર્યાપ્ત શિક્ષણ મેળવી શકે. ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૯/૧૦/૨૦૨૪ થી તા.૩૦/૧૧/૨૦૨૪ સુધી શાળા બહારના બાળકોનો સર્વે હાથ ધરવામાં આવશે. જિલ્લાનાં તમામ…
Read Moreજસદણ તાલુકામાં પાચવડા ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમની ઉજવણી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં પાચવડા ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. આંગણવાડી વર્કર્સ દ્વારા વિકાસના ત્રેવીસ વર્ષ દરમિયાન આઈ.સી.ડી.એસ. (સંકલિત બાળવિકાસ યોજના કચેરી) વિભાગની કામગીરીમાં આવેલા પરિવર્તન અને પ્રગતિ અંગે નાટક અને ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં. શ્રેષ્ઠ કામગીરી બદલ બાળકોના વાલીઓ અને આંગણવાડીના બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આંગણવાડી બાળવિકાસ યોજના અધિકારી દ્વારા આઈ.સી.ડી.એસ. વિભાગમાં થયેલા વિકાસ અંગે માહિતી આપવામાં આવી હતી.
Read Moreરાજકોટ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના આંકડાશાસ્ત્ર ભવનના ઓડિટોરિયમ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે સાથે વિવિધ ભવનના યુવા વિદ્યાર્થીઓએ પરિસંવાદ કર્યો હતો. આ યુવા સંવાદમાં વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ, મહિલા ઉદ્યમતા, સ્પ્રીહા, શારીરિક સ્વાસ્થ્ય અને પોષણ, આરોગ્ય વગેરે ક્ષેત્રે છેલ્લા ૨૩ વર્ષમાં આવેલા પરિવર્તન અને વિકાસના દરેક પરિમાણ વિશે ચર્ચા કરી હતી. આ સંવાદમાં કલેક્ટર પ્રભવ જોષીએ સ્ટાર્ટઅપ યોજના વિશેની વધુ માહિતી આપી નવા સ્ટાર્ટઅપ માટે યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા સાથે જ…
Read Moreસજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે નવરંગ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ભક્તિ, શક્તિ અને આરાધનાનો ત્રિવેણી સંગમ એટલે નવરાત્રી. ગુજરાતીઓને નવી ઉર્જા અને નવી ચેતના આપતો આ તહેવાર સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ જામનગર ખાતે દીકરીઓ દ્વારા ખૂબ હોશભેર અને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવેલ. જેમાં શાળાની 700 જેટલી દિકરીઓએ સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણમાં નવરંગ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.વિદ્યાર્થીનીઓ દ્વારા માતાજીના ગરબા તેમજ દાંડિયા રાસ દ્વારા જગત જનની માં જગદંબાની આરાધના કરવામાં આવેલ. કાર્યક્રમ અંતર્ગત શાળા દ્વારા ગરબા સ્પર્ધામાં વિવિધ કેટેગરી…
Read Moreજવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૫ માટેના ઓનલાઇન ફોર્મ ભરવા અંગે
હિન્દ ન્યુઝ, આણંદ આચાર્યશ્રી, પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં વર્ષ ૨૦૨૫-૨૬માં ધોરણ ૯ અને ૧૧માં પ્રવેશ મેળવવા માટે હાલ ધોરણ ૮ અને ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તા.૩૦, ઓક્ટોબર સુધી આવેદન કરી શકે તે માટે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.પ્રવેશ પરીક્ષાતા. ૦૮/૦૨/૨૦૨૫ શનિવારના રોજ યોજવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય ભારત સરકાર દ્વારા સંચાલિત સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જેમાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ-અલગ ઉતમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને રાષ્ટ્રિય…
Read Moreગુંદરણ પ્રાથમિક શાળામાં વન્યપ્રાણી અને પર્યાવરણ વિશે વકૃત્વ સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા તાલાલા તાલુકાના ગુંદરણ ગામ ખાતે સરકારી પ્રાથમિક શાળા ખાતે વન્યપ્રાણી અને પર્યાવરણ અંગે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાથે જ વિદ્યાર્થીઓને વન અને વન્યપ્રાણીનું મહત્વ અને સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગીર પશ્ચિમ વન વિભાગ હેઠળની તાલાલા રેન્જ દ્વારા તા.૨ થી ૮ ઓક્ટોબર વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે તાલાલાના ગુંદરણ ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે વન્યપ્રાણી અને પર્યાવરણ વિશે વકૃતવ સ્પર્ધાનું…
Read Moreજવાહર નવોદય વિદ્યાલયમાં ધો.૯ અને ધો.૧૧માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, જામનગર જવાહર નવોદય વિદ્યાલય, જામનગરમાં ધોરણ ૯ અને ૧૧માં વર્ષ ૨૦૨૫–૨૬ માટે ખાલી પડેલ જગ્યા માટે ઓનલાઈન એપ્લીકેશનની શરૂઆત થઈ ગઈ છે જેમાં ધોરણ ૯ માટે https://cbseitms.nic.in/2024/nvsix અને ધો 11 માટે https://cbseitms.nic.in/2024/nvsxi_11 લિંક પરથી ફોર્મ ભરી શકાશે. અત્યારે ધોરણ ૮ અને ૧૦ માં વર્ષ ૨૦૨૪-૨૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તારીખ ૩૦.૧૦.૨૦૨૪ સુધી ફોર્મ ભરી શકશે. પરીક્ષાની તારીખ ૦૮.૦૨.૨૦રપ રહેશે.તેમ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Read More