બનાસકાંઠાના 2000થી વધુ વિદ્યાર્થીઓને UPSC ટોપર્સ પાસેથી સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રેરણાદાયક માર્ગદર્શન મળ્યું

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા     પાલનપુર ખાતે આયોજિત સેમિનારમાં સુ હર્ષિતા ગોયલ, સુ માર્ગી શાહ, સ્મિત પંચાલ, બ્રિજેશ બારોટ તથા સ્પીપાના કૉર ફેકલ્ટી બ્રિજેશ પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું સ્પીપાના માધ્યમથી ગુજરાત સરકારે સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને નવું બળ પૂરું પાડ્યું છે : કલેક્ટર મિહિર પટેલ

Read More

ભાવનગરમાં કમિશ્નર એન.કે.મીણાના અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના આયોજનની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર શહેર અને ગ્રામ્યમાં ૧૮ થી ૨૦ મી જૂન સુધી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે ભાવનગર શહેરમાં ૯ રૂટ દ્વારા ૧૦૪ શાળાઓમાં બાલવાટિકામાં-૩૦૫૫, ધો-૧માં ૨૫૪ બાળકોનું નામાંકન કરાશે : ધો.૮માંથી ધો.૯માં ૩,૩૪૨ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે 

Read More

સરકાર માન્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે હાલમાં ઓગસ્ટ- ૨૦૨૫,પ્રવેશસત્રની પ્રવેશ કાર્યવાહી શરૂ

હિન્દ ન્યુઝ, વાપી       વાપીના વટાર ખાતે જેટકો સબ સ્ટેશનની સામે વાપી પબ્લિક સ્કૂલ નજીક આવેલી સરકાર માન્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે હાલમાં ઓગસ્ટ- ૨૦૨૫,પ્રવેશસત્રની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે આગામી તા. ૩૦/૦૬/૨૦૨૫ સુધી ચાલુ રહેશે. સંસ્થા ખાતે એઓસીપી, ઈલેક્ટ્રીશિયન, વેલ્ડર, વાયરમેન, ફીટર, કોમ્પ્યુટર ગ્રુપ, સ્યુઇંગ ટેકનોલોજી, જેવા વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા ધો.૮, ૯, ૧૦ પાસ/નાપાસ ઇચ્છુક ઉમેદવારોએ તાત્કાલિક વાપીના વટાર ખાતે આઈ.ટી.આઈનો સંપર્ક કરવા આચાર્યાશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે. વધુ વિગત માટે ફોન નં:૦૨૬૦-૨૪૩૩૩૦૦ અને મો.નં. ૯૯૦૯૫૦૨૨૬૦ પર સંપર્ક કરાવો.

Read More

પ્રજ્ઞાચક્ષુ બાળકો બાદ હવે શ્રવણ દિવ્યાંગોને નાગરિક સંરક્ષણની તાલીમ

હિન્દ ન્યુઝ, ભુજ     જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રક  આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર અને નાયબ નિયંત્રક ધવલ પંડ્યા અને કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા વેલસ્પન કંપનીના સહયોગથી મૂક-શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓને કુદરતી અને માનવ સર્જિત હોનારત સમયે આત્મસુરક્ષા તેમજ રાષ્ટ્રસેવામાં સજ્જ રહેવા પાયાની તાલીમ આપવામાં આવી. આ અગાઉ કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા ૩૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ ભુજ સ્થિત નવચેતન અંધજન મંડળ ખાતે ૧૫૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે નાગરિક સંરક્ષણની તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે તાલીમના મોડ્યુલ બ્રેઈલમાં તૈયાર કરવામાં આવ્યા હતા. આ તાલીમથી પ્રેરણા લઈને…

Read More

રાજ્ય સરકારની “સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0” (SSIP 2.0) વિદ્યાર્થીઓમાં સાહસિકતા અને આત્મનિર્ભરતાનો એક નવો જોશ ભરી રહી છે

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજકોટ જિલ્લામાં આ યોજના હેઠળ 17 શૈક્ષણિક સંસ્થાઓને રૂ. 2.82 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે, જેમાંથી 1,241 વિદ્યાર્થીઓએ 570 ઇનોવેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. SSIP2.0ના આવા જ એક પ્રોજેક્ટ હેઠળ 24 વર્ષીય કૃપા બોડાએ માત્ર રૂ.15,000ની મૂડીથી “મોરિક ડીલાઇટ” નામની પૌષ્ટિક ચોકલેટ તૈયાર કરી છે, જે સરગવાની શીંગ જેવા આરોગ્યપ્રદ શાકભાજીમાંથી બનેલી છે. ચેતન ઠાકર અને ભાવના વૈધના માર્ગદર્શન હેઠળ તેનું આ પ્રોજેક્ટ SSIPમાં પસંદ થયું હતું. કૃપાએ ચોકલેટ માટે FSSAI નોંધણી અને લેબ ટેસ્ટ પણ કરાવ્યા છે અને હવે પેટન્ટની દિશામાં આગળ વધી રહી…

Read More

માત્ર 3 વર્ષની વયે તનિષા તાપસ યાદવનો વૈશ્વિક વિક્રમ

હિન્દ ન્યુઝ, વડોદરા      “પ્રિસ્કૂલર દ્વારા સૌથી ઝડપથી 10 મંત્રોના પાઠ” માટે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું તનિષાએ માત્ર 2 મિનિટ 39 સેકન્ડમાં 10 હિંદૂ ધર્મમંત્રોનો પાઠ કરીને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ અનોખી સિદ્ધિ બદલ રેકોર્ડ કમિટીએ તનિષાને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરી છે.

Read More

ખાનગી ટયુશન કલાસીસો સવારે ૮ કલાકથી સાંજે ૧૯ કલાક સુધી ચાલુ રાખી શકાશે, તે સિવાયના સમયમાં ટ્યુશન કલાસીસ ચલાવવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ        કચ્‍છ જિલ્‍લામાં તાલુકા મથકો પર વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓ આવેલી છે અને આવી શૈક્ષણિક સંસ્‍થાઓમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને પૂરક અને વધુ તાલીમ માટે દરેક તાલુકા મથકો ઉપર વિવિધ ખાનગી ટ્યુશન કલાસીસ અસ્‍તિત્‍વમાં આવેલ છે. આ ટ્યુશન કલાસીસ રાત દિવસ ધમધમતા હોય છે. ઘણા ટ્યુશન કલાસમાં વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ રાત્રિના સમયમાં કે વહેલી સવારે ટ્યુશન કલાસ ભરવા જતા હોવાનું ધ્‍યાને આવેલ છે. અને તે દરમિયાન ઘણી વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કે બીજા કાયદો વ્‍યવસ્‍થાને લગતા પ્રશ્‍નો ઉપસ્‍થિત થતા હોવાનું ધ્‍યાને આવેલ છે.        આ ઉપરાંત જિલ્‍લામાં…

Read More

UPSC (IAS/IPS) તેમજ GPSCની પરીક્ષામાં સફળ થઈ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ તેમજ ગુજરાત જાહેર વહીવટી સેવામાં પસંદગી પામેલા પાટીદાર યુવાનોને સન્માનિત કર્યા

હિન્દ ન્યુઝ, અમદાવાદ      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સ્થિત સરદારધામ ખાતે તાલીમ પ્રાપ્ત કરીને UPSC (IAS/IPS) તેમજ GPSCની પરીક્ષામાં સફળ થઈ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ તેમજ ગુજરાત જાહેર વહીવટી સેવામાં પસંદગી પામેલા પાટીદાર યુવાનોને સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે સરદારધામ સંસ્થાના દાતાશ્રીઓ તેમજ સંસ્થા દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપના માધ્યમથી સફળતા પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને પણ સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં નવી ટેકનોલોજીની સાથે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્રને સાર્થક કરવાનો છે. તેમણે યુવાઓના યોગદાન દ્વારા વિકસિત…

Read More

 મુંજકા-૨ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ સતત ત્રીજા વર્ષે શિષ્યવૃત્તિ પરીક્ષા તેમજ ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

હિન્દ ન્યુઝ, રાજકોટ      મુંજકા-૨ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ સતત ત્રીજા વર્ષે શિષ્યવૃત્તિ પરીક્ષા તેમજ ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન, સહિતના અધિકારીઓએ શાળાને અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે ખેલકૂદમાં પણ આગળ વધે, તે માટે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોજનાબદ્ધ કામગીરી કરાઈ રહી છે. ત્યારે મુંજકા-૨ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે રમત ગમતમાં પણ અગ્રેસર રહીને શાળાનું ગૌરવ વધારી રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતી ધોરણ-૮ ની વિદ્યાર્થિની ચારમી એન.એમ.એમ.એસ. પરીક્ષામાં સમગ્ર રાજકોટમાં બીજા ક્રમે આવી છે. ધો.૮ માં અભ્યાસ…

Read More

જામનગરમાં તા.૪ મે ના રોજ NEET(UG)-૨૦૨૫ ની પરીક્ષા યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગરમાં અગામી તા.૪ મે ના રોજ યોજાનાર NEET(UG)-૨૦૨૫ની પરીક્ષાના સુચારુ આયોજન અંગે જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય તમામ વ્યવસ્થાઓ જેમ કે પરીક્ષા કેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરા, કંટ્રોલરૂમ શરુ કરવા બાબતે, વીજળીનો પુરવઠો ન ખોરવાય તેની તકેદારી રાખવા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ન ખોરવાય તેની તકેદારી રાખવા, ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થાઓ કરવા સહિતની સૂચનાઓ કલેકટરએ લગત અધિકારીઓને આપી હતી.  ઉલ્લેખનીય છે કે જામનગરમાં આગામી તા.૪ મેના રોજ બપોરે…

Read More