હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં સમય સાથે અત્યાધુનિક પી.એમ.એસ.એસ.વાય અને મેટરનિટી અને ચાઈલ્ડ હોસ્પિટલ સૌરાષ્ટ્રના દર્દીઓની સારવાર તથા સેવામાં અગ્રેસર રહી છે. સમગ્ર ગુજરાતના દર્દીઓને ખુબ જ ઓછા દરે શ્રેષ્ઠ સેવા પુરી પાડતી ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ સુપર સ્પેશ્યાલિટી અને ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે સેવાઓનો ફલક વધારી રહી છે. વિકાસ પુરુષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને ૨૪ વર્ષ પૂર્ણ થતાં વિકાસ સપ્તાહની ઉજવણી હાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે, ત્યારે રાજકોટને તેમના દ્વારા અપાયેલી એઇમ્સ રૂપી દેનને કેમ ભૂલી શકાય? રાજકોટ ખાતે કાર્યરત ગુજરાતની પ્રથમ અને એક માત્ર એઇમ્સની…
Read MoreCategory: Health
‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અંતર્ગત SRPF જૂથ-૧૭, ચેલા ખાતે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરમાં ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અંતર્ગત SRPF જૂથ-૧૭, ચેલા ખાતે જવાનો અને તેમના પરિવારજનો માટે એક વિશેષ આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. એસ.આર.પી.એફ. જૂથ-૧૭ ચેલાના સેનાપતિ શ્રીમતી કોમલ વ્યાસના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં જવાનો, કિશોરીઓ, સગર્ભા, ધાત્રીમાતાઓ સહિત પરિવારના કુલ ૧૬૦થી વધુ લોકોએ લાભ લીધો હતો. ડી.વાય.એસ.પી. એમ.બી. જુડાલ અને ડી.વાય.એસ.પી. એન.એમ. પટેલે આ શિબિરને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય…
Read Moreજામનગરની શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલ દ્વારા આયોજિત 22 કેમ્પમાં 26000 થી વધુ લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો
“સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત હિન્દ ન્યુઝ, જામનગર શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમ્યાન રાજ્યવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત આરોગ્ય સેવાઓ અને જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ મહિલાઓના આરોગ્યની ચકાસણી, સમયસર સારવાર, તેમજ સમાજમાં પરિવાર સશક્તિકરણનો સંદેશ પહોંચાડવાનો હતો. અભિયાન દરમ્યાન શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ દ્વારા કુલ 22 સ્ક્રિનિંગ અને સ્પેશિયાલિટી કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાંથી 13 કેમ્પ જી.જી.…
Read Moreમાંડલના ટ્રેન્ટ અને ઉધરોજપુરા ખાતે બે દિવસીય મહિલા વૃતિકા તાલીમનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, માંડલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, અમદાવાદ દ્વારા માંડલ તાલુકાના ટ્રેન્ટ અને ઉધરોજપુરા ખાતે એચ આર ટી 5 યોજના અંતર્ગત બે દિવસીય મહિલા વૃતિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેન્ટ અને ઉધરોજપુરા ગામની 85 જેટલી મહિલાઓએ આ માહિતીસભર તાલીમનો લાભ મેળવ્યો હતો. તાલીમાર્થી બહેનોને તાલીમને અનુરૂપ ફળ અને શાકભાજી પરિરક્ષણની વિવિધ પદ્ધતિઓ, પ્રિઝર્વેટિવ વિશે જરૂરી સમજ આપીને તેના ઉપયોગ અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમ્યાન તાલીમાર્થી બહેનોએ ખજૂરના લાડું, બીટના લાડું, આદુ – લીંબુ શરબત, મિક્ષ ફ્રૂટ જામ, કાચા પપૈયાની તૂટી ફુટી, ટામેટા કેચઅપ સહીતની…
Read Moreપોષણ માહ – ૨૦૨૫ અંતર્ગત દાહોદ જિલ્લાની દાહોદ ઘટકની આંગણવાડી કેન્દ્રોમાં ટિફિન સ્પર્ધા કાર્યક્રમો યોજાયો હતો
હિન્દ ન્યુઝ, દાહોદ પોષણ માહ – ૨૦૨૫ના ભાગરૂપે દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિભાગ દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે દર વર્ષે પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત દાહોદ જિલ્લાનાં દાહોદ ઘટક ૧ ની આંગણવાડીમાં હેલ્ધી ટિફિન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો ઘરેથી પોષણ યુક્ત વાનગી બનાવીને આંગણવાડી કેન્દ્ર ઉપર…
Read More‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત ગાંધીધામ તથા ચિત્રોડ ખાતે યોજાયેલ મેડીકલ કેમ્પનો લાભાર્થીઓએ લાભ લીધો
‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ હિન્દ ન્યુઝ, ભુજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહિલાઓના આરોગ્યને મજબૂત બનાવવા માટે “સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત ગાંધીધામ તથા પી.એચ.સી.ચિત્રોડ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાંધીધામ – ૩ અને પી.એચ.સી.ચિત્રોડ ખાતે “સ્વસ્થ નારી– સશક્ત પરિવાર” પખવાડિયાની ઉજવણી અંતર્ગત આરોગ્યલક્ષી વિવિધ સારવાર પૂરી પાડવામાં આવી હતી. જેવી કે આયુષ્માન કાર્ડ, કેન્સર સ્ક્રીનિંગ, હીમોગ્લોબીનની તપાસ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર, ANC તપાસ, Immunization, NCD Screening, Eye Screening, હાડકાની બિમારીની તપાસ, Suspected TBના દર્દીના Chest X-ray સહિતની કામગીરી કરવામાં આવી હતી.…
Read More‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત મહિલા તથા કિશોરીઓને વજન, ઊંચાઇ, હિમોગ્લીબીનની તપાસ સાથે માસિક સ્વચ્છતા વિશે જાગૃત કરવામાં આવી
‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ હિન્દ ન્યુઝ, ભુજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કચ્છમાં શહેર તથા ગામોમાં યોજાયેલા મેડીકલ કેમ્પનો મહિલા, તરૂણીઓએ લાભ લીધો હતો. પોષણમાસ ૨૦૨૫ની ઉજવણી અન્વયે બાળ કેન્દ્ર ખાતે કુપોષિત બાળકોના વાલીશ્રીને પોષણ યુક્ત ખોરાક, કુપોષણ સાથે બાળકોને મળતી સુવિધાઓની વિશેષ માહિતી અપાઈ હતી. કેમ્પમાં કિશોરીઓનું વજન, ઊંચાઇ, હિમોગ્લીબીન સહિતની તપાસ સાથે માસિક સ્વચ્છતા વિશે જાગૃતી લાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. …
Read Moreઅતિ-કુપોષણમાંથી તંદુરસ્ત બાળપણ તરફ – આદિતીની પ્રેરણાદાયક સફર
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લાના ડેસર-૩ આંગણવાડી કેન્દ્રની નાનકડી આદિતી પરમાર ક્યારેક માત્ર ૧ વર્ષની ઉંમરે ગંભીર કુપોષણના જોખમમાં હતી. વજન હતું માત્ર ૫.૨ કિલોગ્રામ – બાળપણ જોખમમાં હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગના પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ આદિતીને ખાસ સારવાર અને પોષણયુક્ત આહાર મળ્યો. માત્ર ૧૪ દિવસમાં જ ચમત્કારિક બદલાવ – વજન વધીને ૭.૮ કિલોગ્રામ થયું અને આદિતી કુપોષણના લાલ ઝોનમાંથી બહાર આવી, હવે લીલા (સામાન્ય) ગ્રેડમાં છે. રાજ્ય સરકારે બાલ શક્તિ પેકેટો આપવાની પહેલ કરી છે જેથી વડોદરા જિલ્લાના ૯૭ આંગણવાડી કેન્દ્રોમાં હજારો બાળકોને યોગ્ય પોષણ મળી રહે…
Read Moreઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગરાડુ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ
હિન્દ ન્યુઝ, ઝાલોદ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના સંદર્ભમાં ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગરાડુ ખાતે આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૮૨ થી વધુ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આરોગ્ય કેમ્પમાં આરોગ્ય લક્ષી મુદ્દાઓ પર અપાઈ સમજ 1. 2 બાળકો વાળા લાભાર્થીઓને કુટુંબ નિયોજન ઓપરેશન માટે સમજણ પુરી પાડી 2. કેમ્પમાં આવેલ સાસુ વહુ ને કુટુંબ નિયોજન પધ્ધતિ માટે ની વિવિધ પદ્ધતિ વિષે માહિતી પુરી પાડી. 3. 30+ દરેક લાભાર્થીઓનુ NCD screening કરવામાં આવ્યું. 4. TB તથા Leprosy વિશે માહિતી પુરી પાડવામાં આવી.…
Read Moreકુપોષણ તેમજ મેદસ્વિતા અંગે જાગૃતિ લાવવા જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલમાં પોષણ માસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજી વાલીઓ સરળતાથી ઘરે બનાવી શકે તેવી વાનગીઓની જાણકારી અપાઈ કુપોષિત બાળકો અને તેમના પરિવારજનોમાં પોષણયુક્ત આહાર વિશે જાગૃતિ લાવવા તેમજ બાળકોમાં મેદસ્વિતા ઘટાડવા હેતુ જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલના એન.આર.સી. વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે એન.આર.સી.ના સ્ટાફ દ્વારા પોષણ, પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી એવી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં બીટના ઢોકળા, સાબુદાણા-સફરજન ખીર, ખજૂર-મખાના ખીર, દલિયા ખીચડી, મિક્સ સ્પ્રાઉટ્સ, મિક્સ વેજિટેબલ સલાડ,…
Read More