કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામે આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસણી કરાઈ

હિન્દ ન્યુઝ, કાલાવડ         હાલ સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામની સરકારી હોમિયોપેથીક દવાખાનાના મેડિકલ ઓફિસરએ અંગણવાડીની મુલાકાત લીધી હતી.  તેમજ આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી અને બાળકો સહિત આંગણવાડીના સ્ટાફ મિત્રોને પોષણયુક્ત આહારના મહત્વ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

Read More

સિહોર તાલુકાનાં ગઢુલા ગામે આંગણવાડી દ્વારા પોષણ માસ સંદર્ભે ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, સિહોર  સરકાર દ્વારા માતા અને બાળકનાં સર્વાંગી સ્વાસ્થ્ય માટે પોષણ માસ ઉજવણી થઈ રહી છે, આ સંદર્ભે સિહોર તાલુકાનાં ગઢુલા ગામે આંગણવાડી દ્વારા ભાવનગર જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી રૈયાબેન મિયાણી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો. ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકાનાં ગઢુલા ગામે આંગણવાડી કેન્દ્રમાં પોષણ અને સ્વાસ્થ્ય બાબત કિશોરીઓ, સગર્ભા અને ધાત્રીમાતાઓ સહિત મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોષણ માસ સંદર્ભે થયેલ ઉજવણીમાં સંકલિત બાળવિકાસ યોજના કચેરીનાં અધિકારી શારદાબેન દેસાઈનાં સંકલન સાથે ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો. સિહોર કચેરીનાં નિરીક્ષક હેમાબેન…

Read More

ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત તા. ૧ થી તા. ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ દરમ્યાન પોષણ માસની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       પોષણ અભિયાન અંતર્ગત સગર્ભા સ્ત્રીઓ, ઘાત્રી માતાઓ, કિશોરીઓ અને ૦ વર્ષથી ૬ વર્ષની ઉંમરના બાળકોમાં પોષણના પરિણામોને સર્વગ્રાહી રીતે સુધારવાનો પ્રયાસ કરે છે. મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦ એક સંકલિત પોષણ સહાય કાર્યક્રમ છે કે જે આંગણવાડીની સેવાઓ, કિશોરીઓ માટેની યોજના અને પોષણ અભિયાનને નિર્દેશીત કરે છે. ભારત સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષે પોષણ માસની ઉજવણી તા. ૧ થી તા.૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ દરમ્યાન કરવા જણાવેલ છે. જેના અનુસંધાને રાષ્ટ્રીય પોષણ માસ ૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી તમામ હિતધારકો સાથે સંકલન કરીને ઉજવવામાં આવે છે. પોષણ અભિયાનની…

Read More

દીવ ખાતે વાયરસ જેવા રોગોની માહિતી માટે પ્રસિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દીવ        દીવ કલેક્ટર શ્રીમતી ભાનુપ્રભા ની સૂચના અને હેલ્થ ઓફિસર ડો. સુલતાન ના માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લાના શહેરી વિસ્તારની તમામ હાઈસ્કૂલો / હાયર સેકન્ડરી સ્કુલો માં ડેન્ગ્યુ, ચાંદીપુરા વાયરસ જેવા રોગોની માહિતી પ્રસિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તમામ્ શિક્ષકોને ડેન્ગ્યુ રોગ અટકાયતી પગલાઓ ની તાલીમ આપવામાં આવશે. સાથે સાથે ચાંદીપુરા રોગ ના લક્ષણો, સાવચેતીના પગલાઓ વિશે પણ સમજણ આપવામાં આવશે. આરોગ્ય વિભાગ ની ટીમો દ્વારા કાચી દીવાલો વાળા ઘરો જ્યા સેન્ડ ફ્લાય નું બ્રિડિંગ સંભવ છે તેવા ઘરો નો સર્વે શરૂ…

Read More

આણંદ જિલ્લામાં ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે રાજ્યભરમાં જુલાઈ માસમાં ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દિપક પરમાર અને જિલ્લા મેલેરીયા અધિકારી ડોક્ટર રાજેશ પટેલના આયોજન હેઠળ આણંદ જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૦૮ અર્બન આરોગ્ય કેન્દ્રના ક્ષત્રિય વિસ્તારોમાં જુલાઈ માસ દરમિયાન મેલેરિયા વિરોધી માસની ઉજવણી કરવામાં આવી હતી.         આરોગ્ય વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં આ કામગીરી કરવા માટે ૪૫૦ જેટલી ટીમો તૈયાર કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા સમગ્ર…

Read More

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ૩ કેસબારી કાર્યરત

હિન્દ ન્યુઝ, આણંદ     રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્ય લક્ષી શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ જનરલ /સિવિલ હોસ્પિટલ, તાલુકા કક્ષાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.         આણંદ જિલ્લા મથક ખાતે આવેલી જનરલ હોસ્પિટલ ખાતે અગાઉ દર્દીઓને કેસ કઢાવવા માટે એક બારી ઉપલબ્ધ હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી દર્દીઓની સંખ્યા ઉત્તરોતર વધતા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડોક્ટર અમર…

Read More

જી.જી.હોસ્પિટલના તજજ્ઞો દ્વારા દાહોદ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે દર્દીઓની લંબમજજાના ખુણે ચોંટેલી ગાંઠ જટીલ ઓપરેશન વડે દુર કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ જામનગર ખાતે ફુલ ટાઈમ ન્યુરોસર્જરી તજજ્ઞોની રાજ્ય સરકાર દ્વારા નિમણૂંક થતા તાજેતરમાં જ ન્યુરોસર્જરી વિભાગના સુપર સ્પેશિયાલિસ્ટ તજજ્ઞો ડૉ.ભૌમિક ચુડાસમા અને ડૉ.તેજસ ચોટાઈ દ્વારા દાહોદ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૯ તથા ૮૦ વર્ષના દર્દીઓના લંબમજજાના ખુણે ચોંટેલી ગાંઠનું ખૂબ જ જટીલ ઓપરેશન સફળતાપૂર્વક પુર્ણ કરી નવજીવન આપેલ છે. આ પ્રકારની ગાંઠ મગજના પાછળના ભાગે આવેલી હોય છે અને જેનું ઓપરેશન ખુબ જ જટીલ હોય છે.ઓપરેશન દરમિયાન મગજની આસપાસના નાજુક ભાગોને સલામત રાખીને સર્જરી કરવાની હોય છે.નહીતર દર્દીનાં અમુક કાર્યો કાયમી રીતે…

Read More

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,વેરાવળ દ્વારા ‘વિશ્વ રક્તદાતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી

‘વિશ્વ રક્તદાતા દિવસ’ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કાર્લ લેન્ડસ્ટેનરે બ્લડ ગ્રુપ સિસ્ટમની સમગ્ર વિશ્વને જાણ કરી હતી. કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મદિવસ ૧૪ જૂને થયો હતો, જેના સન્માનમાં તેમના જન્મદિવસે ‘વિશ્વ રક્તદાતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. નાગરિકોમાં સુરક્ષિત રક્ત અને રક્ત ઉત્પાદનોની જરૂરિયાત અંગે જાગૃતિ લાવવા અને સ્વૈચ્છિક રક્તદાતાઓને તેમના જીવન બચાવનાર રક્ત ભેટ માટે આભાર માનવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ‘વિશ્વ રક્તદાતા દિવસ’ની વૈશ્વિક થીમ દર વર્ષે બદલાય છે. આ વર્ષે ‘રક્ત આપવાની ૨૦ વર્ષની ઉજવણી: આભાર રક્તદાતાઓ’ ની વિષયવસ્તુને આધારે તેની ઉજવણી કરવામાં આવી રહી છે.…

Read More

આણંદ ખાતે સવારે ૯-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન રક્તદાન કેમ્પ યોજાશે

તા. ૧૪ મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ હિન્દ ન્યુઝ, આણંદ  તા.૧૪ મી જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ. સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાન કરવું એ એક માનવ કલ્યાણનું કામ છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૧૪ જૂનના દિવસે ઉજવાતા “વિશ્વ રક્તદાતા દિવસ”ની આણંદ જિલ્લામાં ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કલેકટર કચેરી,આણંદ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, આણંદના સહયોગથી મહારક્તદાન દિવસની ઉજવણી નિમિત્તે તા.૧૪ મી જૂનના રોજ સવારે ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી સરદાર પટેલ બેંકવેટ હોલ,ડી.ઝેડ. હાઇસ્કુલ ની સામે, પ્રાપ્તિ…

Read More

સોજીત્રામાં ફેલાયેલા ઝાડા-ઉલ્ટીના રોગચાળા અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ     સોજીત્રા શહેરી વિસ્તારમાં ઝાડા ઊલ્ટીના કેસો જોવા મળતાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ત્વરિત ૧૬ જેટલી ટીમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી છે. આણંદ જિલ્લાના સોજીત્રા શહેર અને આસપાસના વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસો જોવા મળતાં જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ત્વરિત પ્રયાસો હાથ ધરી કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની કુલ ૧૬ ટીમો દ્વારા સોજિત્રામાં થયેલ ઝાડા ઉલ્ટીના સંદર્ભે સર્વેલેન્સ, કલોરીનેશન, લીકેજ શોધવા, આરોગ્ય શિક્ષણ, સારવાર, કલોરીન-ORS વિતરણ જેવી…

Read More