૦૨-માંડવી વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરી શકાશે

હિન્દ ન્યુઝ, ભુજ વિધાનસભા સામાન્ય ચૂંટણી તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર છે. આ અનુસંધાને ર-માંડવી વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૦૫/૧૧/૨૦૨૨ થી તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧:૦૦ કલાકથી બપોરના ૧૫:૦૦ કલાક દરમ્યાન ચુંટણી અધિકારી, ર-માંડવી વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, મુંદરાને, તેમની પ્રાંત કચેરી, પ્રથમ માળે, પ્રાંત કચેરી, જુના બંદર રોડ, મરીન પોલીસ સ્ટેશનની બાજુમાં, મુંદરા-કચ્છ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૦૨-માંડવી વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર મુંદરા દ્વારા પ્રાંત કચેરી, પ્રથમ માળે, પ્રાંત કચેરી, જુના બંદર રોડ, મરીન પોલીસ સ્ટેશનની બાજુમાં, મુંદરા-કચ્છ ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની…

Read More

૪-અંજાર વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરી શકાશે

હિન્દ ન્યૂઝ, ભુજ વિધાનસભા સામાન્ય ચૂંટણી તા. ૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર છે. આ અનુસંધાને ૦૪-અંજાર વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા. ૦૫/૧૧/૨૦૨૨ થી તા. ૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧:૦૦ કલાકથી બપોરના ૩:૦૦ કલાક દરમ્યાન ચુંટણી અધિકારી, ૪-અંજાર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, અંજારને, પ્રાંત કચેરી, મધ્યસ્થ સેવા સદન, આદિપુર રોડ, અંજાર ખાતે અથવા મદદનીશ ચુંટણી અધિકારી અને મામલતદાર, અંજાર તાલુકાને પ્રાંત કચેરી, મઘ્યસ્થ સેવા સદન, આદિપુર રોડ, અંજાર ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ (મંગળવાર)ના રોજ ૧૧-૦૦ વાગ્યે પ્રાંત કચેરી, મધ્યસ્થ સેવા સદન, આદિપુર રોડ, અંજાર…

Read More

ગુજરાતના વિશિષ્ટ મતદાન મથકો

હિન્દ ન્યુઝ,  ભુજ  (૧) જિલ્લોઃ ગીર સોમનાથ, (મતદાન મથક : ૩-બાણેજ), ૯૩-ઉના ગીર અભયારણ્યના ઊંડા જંગલોમાં બાણેજ વિસ્તારમાં એક એકલા વ્યક્તિ- મહંત હરિદાસજી ઉદાસીન રહે છે, જેઓ બાણેજ વિસ્તારમાં આવેલા ભગવાન શિવના મંદિરના પૂજારી છે. આ એકલા મતદાર માટે ૨૦૦૭ થી દરેક ચૂંટણી દરમિયાન એક ખાસ મતદાન મથકની સ્થાપના કરવામાં આવે છે, જે ભારતના ચૂંટણી પંચની “કોઈ મતદાર બાકી ન રહી જાય” ની ભાવનાને ચરિતાર્થ કરે છે. મંદિરની નજીક આવેલી ફોરેસ્ટ ઓફિસમાં બૂથની સ્થાપના કરવામાં આવે છે. બૂથની સ્થાપના માટે એક સમર્પિત મતદાન ટીમ નિયુક્ત કરવામાં આવે છે અને એકલા…

Read More

ગીર સોમનાથમાં આચારસંહિતાનો અમલ શરૂ, સી-વિજીલ એપ્લિકેશન પર નાગરિકો કરી શકશે ફરિયાદ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૩૬૨૭ પર મેળવી શકાશે ચૂંટણીલક્ષી જાણકારી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ગીર સોમનાથ, તા.૪: ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૩ નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લામાં કુલ ૧૦૭૭ મતદાન મથકો પર ૫,૦૯,૯૯૧ પુરૂષ, ૪,૮૯,૪૧૩ સ્ત્રી અને ૧૧ અન્ય એમ કુલ ૯,૯૯,૪૧૫ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થશે. આ ચૂંટણી પ્રક્રિયાને અનુલક્ષી આચાર સંહિતાના અમલ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે સી-વિજીલ (CVIGIL) એપ્લિકેશન પણ કાર્યરત કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી રાજદેવસિંહ ગોહિલ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  તુષારભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના…

Read More

આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલ માટે જિલ્લા ચૂંટણી અધિકારી રાજદેવસિંહ ગોહિલે આપ્યા નિર્દેશ

હિન્દ ન્યુઝ,  ગીર સોમનાથ  ગીર સોમનાથ, તા.૪: ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૩ નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. આ સાથે જ સમગ્ર ગીર સોમનાથ જિલ્લા તંત્ર ચૂંટણી યોજવા સજ્જ બન્યું છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી  રાજદેવસિંહ ગોહિલ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  તુષારભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ શહેર તેમજ જિલ્લામાં સરકારી ઈમારતો, જાહેર સ્થળો, સરકારી બસો વગેરે સ્થળે સરકારી જાહેરાતોવાળા પોસ્ટર, બેનર ઉતારવાની કામગીરી કરવામાં આવી. આ…

Read More

જિલ્લા કલેક્ટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીની કામગીરીને લઈને બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ       આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનારી છે ત્યારે કચ્છ જિલ્લાની  ચૂંટણી સંદર્ભે વિવિધ તૈયારીઓને લઈને જિલ્લા કલેક્ટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને નોડલ અધિકારીઓની પાસેથી કલેક્ટરએ વિગતવાર માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા.      ચૂંટણીની કામગીરી ચોકસાઈપૂર્વક અને નિયત સમયમર્યાદામાં થાય તે અંગે કલેક્ટરએ જરૂરી માર્ગદર્શન અધિકારીઓને પૂરૂં પાડ્યું હતું. આ ઉપરાંત ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ મતદાનમથકો પર પાયાની સુવિધાઓ મતદાતાઓને મળી રહે તે બાબતે વિશેષ કાળજી રાખવા તેઓએ ઉપસ્થિત…

Read More

ભુજમાં શરાફ બજાર અને તળાવ શેરી ખાતે રોશનીનો શુભારંભ કરાવતા વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્ય

હિન્દ ન્યુઝ, ભુજ       વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યે ભુજ શહેરમાં દિવાળી પર્વ નિમિત્તે શરાફ બજાર વેપારી મિત્ર મંડળ, ભુજ સોના ચાંદી તથા વાસણ બજાર તેમજ ભુજ કંસારા બજાર દ્વારા આયોજિત શરાફ બજારના રોશનીના શુભારંભ પ્રસંગમાં હાજરી આપી હતી. વિધાનસભા અધ્યક્ષાએ બજારની રોશનીનો શુભારંભ કરાવીને આ દિવાળી પર્વ સૌ લોકોની જિંદગીમાં ખુશાલી લાવે, સૌ સુખી અને સ્વસ્થ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત, અધ્યક્ષાએ તળાવ શેરી ખાતે પણ રોશનીનો શુભારંભ કરાવ્યો હતો.      આ કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષાએ શરાફ બજારના વેપારીઓની સમસ્યાઓ પણ સાંભળી હતી અને કહ્યું હતું…

Read More

અવસર લોકશાહીનો, મારો મત, મારું ભવિષ્ય બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન પૂરજોશમાં

હિન્દ ન્યુઝ, બોટાદ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વીપ પ્રવૃતિ અંતર્ગત બોટાદ જિલ્લાનાં વિવિધ ગામોમાં મતદાનનું મહત્વ, નૈતિક ફરજ, વોટર હેલ્પલાઇન નંબર તેમજ ઈ.વી.એમ નિદર્શન દ્વારા મતદાન અંગે સવિશેષ માહિતી આપી તમામ નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, મતદારોમાં મતદાન માટે જાગૃતિ કેળવાય તથા કોઇપણ મતદાતા મતદાનથી વંચિત ન રહે અને ખૂબ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરી લોકશાહીનાં મહાપર્વની ઉજવણી કરવા પ્રેરાય તે માટેનાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૬૪૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપૂર પ૪ કિલોમીટર ૬ લેન થયેલા માર્ગ નું લોકાર્પણ કર્યુ

હિન્દ ન્યુઝ, બોટાદ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશ અને દુનિયાના લોકો ઉદ્યોગ-વેપાર રોકાણો માટે ગુજરાત પર પસંદગી ઉતારે છે તેના મૂળમાં રાજ્યની સુદ્રઢ કનેક્ટીવિટી છે.  આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે રેલ, રોડ, સહિતની કનેક્ટીવિટીનું જે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવ્યું છે તેણે ગુજરાતને વિકાસના રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. મુખ્યમંત્રીએ રૂ. ૬૪૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપૂર-વાસદ પ૪ કિલોમીટર રસ્તાની પૂર્ણ થયેલી સિક્સલેન કામગીરીનું લોકાર્પણ કર્યુ હતું. રાજ્યના માર્ગ-મકાન વિભાગે આ બગોદરા-તારાપૂર-વાસદ ના સમગ્ર માર્ગને ૬ લેન કરવાનો પ્રોજેક્ટ બે પેકેજમાં હાથ ધરવાનો નિર્ણય…

Read More

હાજીપીર ફાટકવાળા રસ્તે ભારે માલવાહક વાહનો પર પ્રતિબંધ

હાજીપીર દરગાહનો ઉર્ષ-૨૦૨૨ હિન્દ ન્યુઝ, ભુજ               તા. ૧૨/૦૩/૨૦૨૨ થી તા. ૧૪/૦૩/૨૦૨૨ દરમ્યાન હાજીપીર મુકામે હાજીપીરનો (ઉર્ષ) મેળો તથા તા. ૧૨/૦૩/૨૦૨૨ થી તા. ૧૫/૦૩/૨૦૨૨ સુધી કરોળપીરનો મેળો (ઉર્ષ) યોજવામાં આવનાર છે. આ પર્વ દરમ્યાન જીલ્લાનાં તથા જીલ્લા બહારથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પગે ચાલીને હાજીપીરનાં દર્શનાર્થે જાય છે. આ વિસ્તારમાં ખાનગી કંપની કાર્યરત છે અને તે કંપનીના ભારે માલવાહક વાહનો ખાનગી કંપનીથી હાજીપીર ફાટક સુધી સિંગલ પટ્ટી રોડ પર અવર જવર કરે છે. હાલમાં રસ્તાને વધારવાનું કામ ચાલુ હોઈ ભારે માલવાહક વાહનોની અવર-જવરને કારણે પદયાત્રીઓને…

Read More