મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા પી.એચ.સી. નગરાળાની આકસ્મિક મુલાકાત: આરોગ્ય સેવાઓ અને સ્વચ્છતાની સઘન સમીક્ષા કરાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ   દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , નગરાળાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પી.એચ.સી. ખાતે ઉપલબ્ધ દર્દી સેવાઓ, વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની અમલવારી તેમજ હોસ્પિટલની સમગ્ર કામગીરીનું સઘન મૂલ્યાંકન કર્યું હતું. મુલાકાત દરમિયાન ડૉ. ટીલાવતે પી.એચ.સી.ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજીને કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે આરોગ્ય સેવાઓને વધુ ગુણવત્તાસભર, સમયસર અને દર્દીકેન્દ્રિત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તેમણે ઓપીડીમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ સાથે સીધો સંવાદ સાધીને…

Read More

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે ‘Adani Cement FutureX’ અંતર્ગત પ્રેરણાદાયી ઓનલાઈન વ્યાખ્યાન યોજાયું

હિન્દ ન્યુઝ, દાહોદ    સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે ‘Adani Cement FutureX’ પ્લેટફોર્મ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે “Strength & Trust: A Roadmap to Succeed in Professional and Personal Life” વિષય પર પ્રેરણાદાયી ઓનલાઈન વ્યાખ્યાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે અદાણી ગ્રૂપના સિમેન્ટ બિઝનેસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી વિનોદ બહેતીએ ઓનલાઈન માધ્યમથી વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે વ્યાવસાયિક તથા વ્યક્તિગત જીવનમાં સફળતા માટે જરૂરી મૂલ્યો, નેતૃત્વ, વ્યક્તિત્વ વિકાસ અને નૈતિકતાના મહત્વ અંગે વિસ્તૃત અને વ્યવહારિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.  બહેતીએ જણાવ્યું હતું કે, વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં…

Read More

દાહોદ જિલ્લામાં પોષણ સંગમ વર્કશોપ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ    દાહોદ જિલ્લામાં માતા અને બાળકના આરોગ્ય તેમજ કુપોષણ નિવારણ માટે ‘પોષણ સંગમ’ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા ઇન્ચાર્જ પ્રોગ્રામ અધિકારી ડૉ સુધીર જોશી ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપ દરમિયાન દાહોદ જિલ્લામાંથી કુપોષણને સંપૂર્ણપણે દૂર કરવા માટે આરોગ્ય વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ (આઈસીડીએસ) વચ્ચે વધુ સુદૃઢ સંકલન સાથે કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.  ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ, નવજાત શિશુઓ અને બાળકોને સમયસર ગુણવત્તાયુક્ત આરોગ્ય તથા પોષણ સેવાઓ મળી રહે તે માટે વિવિધ મુદ્દાઓ…

Read More

આઈ.સી.ડી.એસ.અને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે ‘નારી વંદન ઉત્સવ’ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ આઈ.સી.ડી.એસ.અને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે સનરાઇઝ કોલેજ ઓફ નર્સિંગ દાહોદ ખાતે ‘નારી વંદન ઉત્સવ’ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ અધિકારીની કચેરીના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રીમતી જહાંઆરા પઠાણ દ્વારા ઉપસ્થિત દીકરીઓને મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને નેતૃત્વ ક્ષમતા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે મહિલા લક્ષી વિવિધ સરકારી યોજનાઓ અને અધિકારો અંગે જાગરૂકતા કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ડૉ. સુધીર જોશીએ પોષણનું મહત્વ, કુપોષણની આડઅસરો તેમજ કિશોરીઓના સ્વાસ્થ્ય અને…

Read More

9 થી 17 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન-2026’નું આયોજન

હિન્દ ન્યુઝ, દાહોદ   Bભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા આગામી 9 થી 17 ઓગસ્ટ, 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘હર ઘર તિરંગા અભિયાન-2026’ નું વ્યાપક આયોજન કરવામાં આવશે. હર ઘર તિરંગા અભિયાન-2026 હેઠળ આજ રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહીને સૌને માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી. આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન કલેકટર સુરભિ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ., જિલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી, જિલ્લા રમત ગમત અધિકારી રાઠવા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનનો…

Read More

‘બેટી બચાવો બેટી પઢાઓ’ અંતર્ગત ડાંગમાં યોજાયો ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ડાંગ     મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અને ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારના અધ્યક્ષસ્થાને ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંગ ઝાલા તેમજ જિલ્લા પોલીસ વડા સુ પૂજા યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દીકરીઓને પ્રોત્સાહિત કરતાં જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે જણાવ્યું હતું કે, “વર્તમાન સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં ખૂબ જ પ્રશંસનીય અને ગર્વ લેવા જેવી પ્રગતિ કરી રહી છે. વર્તમાન…

Read More

છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૧માં ભરતી થયેલા ૩૦ શિક્ષણ સહાયકોને પૂરા પગારમાં સમાવવાના આદેશો અપાયા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ડૉ. આંબેડકર ભવન ખાતે જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.પરમાર તેમજ કચેરીના અધિકારીઓ દ્વારા શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓનું અમલીકરણ, શાળા સલામતી, વોકેશનલ અભ્યાસક્રમ, પરિણામ સુધારણા અને શિષ્યવૃત્તિ જેવી મહત્વપૂર્ણ બાબતો પર વિગતવાર ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં મહાનુભાવોના હસ્તે ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં વર્ષ ૨૦૨૧માં ભરતી થયેલા ૩૦ શિક્ષણ સહાયકોને પૂરા પગારમાં સમાવવાના હુકમ (આદેશ) વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્યઓ, શિક્ષણ સહાયકો શિષ્યવૃત્તિને લગતી કામગીરી સાથે જોડાયેલા…

Read More

કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ગ્લાસગોથી ગુજરાત આવી પહોંચ્યો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં કોમનવેલ્થ ફ્લેગ વિધિવત અર્પણ કર્યો; ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા 2 પેરા ખેલાડીઓની ઉપસ્થિતિ ઉલ્લેખનીય છે કે, ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં 13 ગોલ્ડ સહિત 39 મેડલ્સ સાથે રાષ્ટ્ર મંડલ રમતોમાં ચોથું સ્થાન મેળવ્યું છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ સુધી ધ્વજ ગુજરાતમાં જ રહેશે-કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ તૈયારીઓ અને ખેલાડીઓને પ્રેરણા આપશે.

Read More

તા.૧૫મી ઓગષ્ટ સુરત જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અર્થે જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત     આગામી ૧૫મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સુરતના આંગણે થનાર છે જેના આયોજન અર્થે જિલ્લા કલેકટર શ્રી તેજસ પરમારના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે ૧૫ મી ઑગસ્ટ એટલે કે ૮૦મા સ્વતંત્રતા દિનની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સુરત મનપાના ઉમરા પાર્ટી પ્લોટ ખાતે નાણા અને ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાશે. રાષ્ટ્રીય પર્વની ગૌરવપુર્ણરીતે સંપન્ન થાય તે માટે વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે.               બેઠકમાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય…

Read More

   ‘મન કી બાત’થી લાલ કિલ્લાના મંચ સુધી

હિન્દ ન્યુઝ, સુરત    તા. 15મી ઓગસ્ટે દિલ્હીમાં ‘વિશેષ અતિથિ’ બનશે ગુજરાતની સોલર ગર્લ પાયલ મુંજપરા ‘નારી શક્તિ’ અને સ્ત્રી સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ; વિજ્ઞાન અને ટેક્નિકલ ક્ષેત્રમાં સોલર પીવી ટેક્નિશિયન તરીકેની તાલીમ પૂર્ણ કરીને આજે તેઓ સોલર પેનલ ઈન્સ્ટોલેશન, ફિટિંગ, વાયરિંગ અને મેઈન્ટેનન્સ જેવા જટિલ ટેક્નિકલ કાર્યોમાં નિપુણતા ધરાવે છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 132મા એપિસોડમાં પાયલના આ સમર્પિત કાર્યની નોંધ લીધી હતી અને તેને ગ્રામીણ ભારતની યુવતીઓ માટે એક આદર્શ ઉદાહરણ ગણાવી હતી. તા. 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય સમારોહ માટે વિશેષ આમંત્રણ મળ્યું છે,…

Read More