હિન્દ ન્યુઝ, વલસાડ યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર હેઠળ માય ભારત, વલસાડ દ્વારા જિલ્લાના 15 થી 29 વર્ષની વયજૂથના યુવાનોને વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ (VBYLD) -2027 ક્વિઝમાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામેલા યુવાનોને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સમક્ષ પોતાના વિચારો અને સૂચનો રજૂ કરવાની તક મળશે. વિકસિત ભારત @2047ના વિઝનને અનુરૂપ રાષ્ટ્રીય યુવા મહોત્સવનું પુનર્ગઠન વિકસિત ભારત યુવા સંવાદ તરીકે કરવામાં આવ્યું છે. તેના માધ્યમથી યુવાનોને રાષ્ટ્રનિર્માણ, નેતૃત્વ, નવીનતા અને સર્જનાત્મક ચિંતન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો…
Read MoreAuthor: Admin
ભારતીય નાગરિકોની ઓળખ સ્થાપિત કરવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂર બાદ ગુમ થયેલા ભારતીય નાગરિકોની ઓળખ સ્થાપિત કરવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગુમ થયેલા નાગરિકોના પ્રથમ-ડિગ્રી જૈવિક સંબંધીઓના DNA પ્રોફાઇલિંગ માટે સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ, સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ તેમજ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ની લેબોરેટરીઝની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લાના જે પણ નાગરિકોના સ્વજનો આ હોનારતમાં ગુમ થયા હોય, તેમના પરિવારજનોને જરૂરી માર્ગદર્શન, સહાય અને DNA પ્રોફાઇલિંગ પ્રક્રિયા સંબંધિત માહિતી મેળવવા માટે જાહેર…
Read Moreનવસારી જિલ્લાના ગણદેવી ખાતે કેન્દ્રીય જળશકિતમંત્રી સી.આર.પાટીલ તથા આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ૧૧૯૧ દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકોને રૂા.૯૭.૩૯ લાખના સહાયક ઉપકરણોનું વિતરણ કરાયું
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લા વહીવટીતંત્ર તથા આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ALIMCO)ના સંયુક્ત ઉપક્રમે ADIP યોજના તથા વયોશ્રી યોજના અંતર્ગત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કોળી પટેલ સમાજની વાડી ખાતે બે દિવસીય કેમ્પમાં પ્રથમ દિવસે નવસારી જિલ્લાના ગણદેવી ખાતે કેન્દ્રીય જળશકિતમંત્રી સી.આર.પાટીલ તથા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોનું વિતરણ કરાયું હતું. આ અવસરે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, તાલુકા પંચાયતના પ્રમુખમતી, ગણદેવી નગરપાલિકાના પ્રમુખ, પ્રાંત અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, એલીમ્પકોના રીજનલ ડાયરેકટર તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા…
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. 8 સપ્ટેમ્બરના રોજ વડોદરા અને નવસારીની મુલાકાતે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્યને ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ… 🔹 વડાપ્રધાનના હસ્તે ₹32,606 કરોડથી વધુના કેન્દ્ર સરકારના તથા ₹2,597 કરોડથી વધુના રાજ્ય સરકારના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે 🔹 ભારતીય રેલવે અંતર્ગત ₹30,766 કરોડના વિકાસકાર્યો, રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ અંતર્ગત ₹916 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ સામેલ 🔹 ₹20,703 કરોડના ખર્ચે WDFCના ત્રણ વિભાગોનું લોકાર્પણ 🔹 ₹489.20 કરોડના ખર્ચે 110 મેગાવોટના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત 🔹 PMAY-G હેઠળ ₹236.10 કરોડના ખર્ચે નિર્મિત 13,888 આવાસોનું લોકાર્પણ
Read Moreખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલના અધ્યક્ષ સ્થાને ખેલ મહાકુંભ – ૨૦૨૬ અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન નિવાસી અધિક કલેકટર જે. એમ રાવલએ સૌ અધિકારીઓને માર્ગદર્શન તેમજ સૂચના આપતાં જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં પણ ખેલાડીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધે અને ગ્રામ્ય વિસ્તારથી લઈને જિલ્લા કક્ષાના પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે વધુમા વધુ રજીસ્ટ્રેશન થાય તે જરૂરી…
Read Moreવડાપ્રધાનશ્રીના સંભવિત નવસારી પ્રવાસને પગલે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ
હિન્દ ન્યુઝ, નવસારી ભારતના વડાપ્રધાન ગુજરાત રાજ્યના નવસારી જિલ્લા ખાતે પધારનાર હોય, ત્યારે દરિયાઈ સુરક્ષાની તકેદારીના ભાગરૂપે નવસારી જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા “સઘન કોસ્ટલ પેટ્રોલિંગ” હાથ ધરવામાં આવી રહ્યું છે. એ.ટી.એસ. તથા કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા અને હજીરા, સુરતના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના લેન્ડિંગ પોઈન્ટ ધોલાઈબંદરથી પોંસરી-બિગરી કોસ્ટલ વિસ્તાર સુધી સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. નવસારી સેક્ટરના પોલીસ ઈન્સ્પેક્ટર…
Read Moreઅંગદાન થકી સફળ હૃદય ટ્રાન્સપ્લાન્ટથી સુરતના યુવાનને મળ્યું નવજીવન
હિન્દ ન્યુઝ, સુરત આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના પ્રયાસો અને દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાને લઈ અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી ઝડપભેર પ્રત્યારોપણ પ્રક્રિયાના પરિણામે મૂળ અમરેલીના વતની અને હાલ સુરતમાં રહેતા કિશનભાઈ રણછોડભાઈ પેથાણીનું સફળ હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયું છે. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે આ જટિલ સર્જરી સંપૂર્ણપણે નિઃશુલ્ક પાર પાડવામાં આવી છે, જેનાથી દર્દી હવે સ્વસ્થ થઈને સામાન્ય જીવન તરફ પરત ફર્યા છે. ૩૭ વર્ષીય દર્દી કિશનભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી હું હૃદયની સમસ્યાથી પીડાઈ રહ્યો હતો. મુંબઈ, અમદાવાદ અને સુરતમાં હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની સારવાર…
Read Moreવડાપ્રધાનના સ્વાગત પૂર્વે માંડવા–ચાંદોદ ખાતે સ્વચ્છતા અભિયાન અને વિકાસકાર્યોનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને અનુલક્ષીને માંડવા–ચાંદોદ ખાતે ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહભાગી બન્યા હતા. સ્વચ્છ અને સુંદર પરિસર દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવાની ભાવના સાથે સ્થાનિક આગેવાનો તથા નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી. આ પ્રસંગે પવિત્ર નર્મદા નદીના કિનારે યાત્રિકોની સુવિધામાં વધારો થાય તે હેતુથી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ. ૪.૫૧ કરોડના ખર્ચે આકાર પામેલા વિકાસકાર્યોમાં ચેન્જીંગ રૂમ, રેલિંગ, આરસીસી રોડ, પાર્કિંગ, પાથવે, ફૂડ કોર્ટ તથા શૌચાલય સહિતની…
Read Moreપ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોનો ઉત્સાહભેર અભિગમ!
હિન્દ ન્યુઝ, ધારી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ સંલગ્ન કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી દ્વારા મોણવેલ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો. 👨🌾 ૨૫૦થી વધુ ખેડૂતોએ તાલીમમાં જોડાઈ પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાં અંગે માર્ગદર્શન મેળવ્યું. 🔹 દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી 🔹 જીવામૃત અને બીજામૃતનો ઉપયોગ 🔹 મિશ્ર પાક પદ્ધતિનું મહત્વ 🔹 જીવાત અને રોગ નિયંત્રણ 🔹 પ્રાકૃતિક પેદાશોના બજાર અને વેચાણ અંગે માર્ગદર્શન કુલપતિશ્રી ડૉ. સી. કે. ટિંબડિયા સહિત કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને વૈજ્ઞાનિક અભિગમ સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે માર્ગદર્શન આપ્યું. 🌾 સ્વસ્થ જમીન → સ્વસ્થ…
Read Moreજિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને જિલ્લાનાં પ્રજાજનોની ફરિયાદો અને પ્રશ્નોના અસરકારક નિવારણ માટે તા.૨૩/૯/૨૦૨૬ના રોજ “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ કલેક્ટર ડાંગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ડાંગ-આહવાના સભાખંડ ખાતે બપોરે ૩:૩૦ કલાકે યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે કે, સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત પ્રશ્નો ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને માધ્યમથી સ્વીકારવામાં આવશે. અરજદારે પોતાની ફરિયાદ અથવા પ્રશ્ન સંબંધિત ખાતા/કચેરીને મોકલી તેની એક નકલ કલેક્ટરશ્રી ડાંગને પાઠવવાની રહેશે. આ અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ન્યાયાલયમાં ચાલી રહેલા કેસ, મહેસૂલી…
Read More