શ્રી ચાણક્ય પ્રાથમિક શાળા માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, બોટાદ        બોટાદ ના તુરખા રોડ ખાતે આવેલ શ્રી ચાણક્ય પ્રાથમિક શાળા માં 28 ફેબ્રુઆરી 2026 ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને જેમાં જુદા જુદા ૬૦ થી પણ વધુ પ્રયોગો પ્રોજેક્ટટ કરેલ. વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ અનેેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.     શાળાનાં શિક્ષકગણ તેમજ વાલીઓ, મહેમાનો પણ આ વિજ્ઞાનમેળો નિહાળવા આવ્યા હતા. વિજ્ઞાન મેળોની સાથે નાના બાળકો માટે અલગથી લસર પટ્ટી અને ટેડી સસલું અને જમ્પિંગ જેવી…

Read More

બોટાદ ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, બોટાદ      બોટાદ ખાતે તુરખા રોડ ખાતે આવેલ હનુમાનજી મહારાજ ની જગ્યા એ વિરાટ હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું. જેમાં સંતો 1008 મહામંડલેશ્વર અલગ અલગ સંસ્થાના સાધુ સંતો સ્વામિનારાયણ સંપ્રદાય ના તેમજ અન્ય સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ શહેરના નાગરિકો અને હિન્દુ ભાઈઓ બહેનો અંદાજે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શહેરના રાજમાર્ગ પર બાઈક રેલી કાઢવામાં આવી તેમજ જય શ્રી નાથના નારા સાથે અને ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં નાગરિક હોય તેમજ બાળકો રેલીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી સાથે ભોજન મહાપ્રસાદ નું પણ ભવ્ય આયોજન કરવામાં…

Read More

કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રના અધિકારીઓ માટે વિશેષ ‘સાઉન્ડ મેડિટેશન” સેશનનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, કચ્છ      કચ્છ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ માટે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી ભુજ ખાતે એક વિશેષ ‘સાઉન્ડ મેડિટેશન સેશન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સરકારી કામકાજ અને જવાબદારીઓ વચ્ચે અધિકારીઓ તણાવમુક્ત રહી શકે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થાય તે આશયથી આ અનોખા સાઉન્ડ મેડિટેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુશ્રી અનિલા ગડા દ્વારા વિશેષ ‘સાઉન્ડ મેડિટેશન સેશન’ માં અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. થેરાપ્યુટિક સાઉન્ડથી “ડીપ રેસ્ટ”, ધ્વનિ તરંગોની મદદથી શરીરના તણાવને દૂર કરવા…

Read More

ડાંગ દરબારમાં ‘સ્વદેશી અભિયાન’ ની ગુંજ

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગ દરબાર ના ભાતિગળ લોકમેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સ્વદેશી ચીજ વસ્તુઓનું વેચાણ’ તથા ‘વોકલ ફોર લોકલ’ની થીમ સાથે સ્થાનિક પરંપરાગત ‘ટ્રાયબલ ફૂડ સ્ટોલ’નું પણ આયોજન કરાયુ છે.  જેમાં ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા ‘સ્વદેશી અભિયાન’ અંગે જનજાગૃતિ માટે તૈયાર કરાયેલા સ્ટીકર નું મોટે પાયે વિતરણ કરીને, અંતરિયાળ વિસ્તારમાં પણ ‘સ્વદેશી અભિયાન’નો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો છે.

Read More

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાપર તાલુકામાં ૧૦૦થી વધુ દર્દીઓને પૌષ્ટિક રાશન કિટનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, ભુજ      પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વાગડ વિસ્તારના છેવાડાના રાપર તાલુકામાં એક વિશેષ સેવા કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા લાયન્સ ક્લબ ભુજના ભરતભાઈ મહેતાની પ્રેરણાથી, રાપર તાલુકાના બાદરગઢ ગામના વતની અને હાલ દુબઈ સ્થિત ઉદારમન દાતા યોગેશભાઈ દોશી પરિવાર વતી ભાવેશભાઈ ચાવડા અને અનુપભાઈ કોટક દ્વારા સંચાલિત શાંતિનિકેતન ફાઉન્ડેશનના ઉપક્રમે રાપર તાલુકાના ૧૦૦ ટીબી (ક્ષયરોગ) પીડિત દર્દીઓને પૌષ્ટિક રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યનો મુખ્ય હેતુ ટીબી સામે લડી રહેલા દર્દીઓને યોગ્ય…

Read More

ડાંગ જિલ્લાના ઐતિહાસિક “ડાંગ દરબાર” મેળાને સાંપડી રહ્યો છે અભૂતપૂર્વ પ્રતિસાદ

આહવાની આ હવા હિન્દ ન્યુઝ, ડાંગ    ડાંગ જિલ્લાની આન, બાન અને શાન એવા પરંપરાગત ‘ડાંગ દરબાર’ના ભાતિગળ લોકમેળામાં આ વર્ષે અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના માર્ગદર્શન અને સુચારુ વહીવટી વ્યવસ્થાપનને કારણે આ ઐતિહાસિક લોકમેળો મુલાકાતીઓ માટે અત્યંત ખાસ અને યાદગાર બની રહ્યો છે. આહવા ખાતે યોજાઈ રહેલા આ મેળામાં માત્ર ડાંગ જ નહીં, પરંતુ પાડોશી જિલ્લાઓ નવસારી, તાપી, વલસાડ તેમજ સરહદી રાજ્ય મહારાષ્ટ્રમાંથી પણ હજારોની સંખ્યામાં મેળાર્થીઓ મેળે મ્હાલવા ઉમટી રહ્યા છે. ડાંગની પ્રકૃતિ અને સંસ્કૃતિને માણવા માટે લોકોમાં ભારે ઉત્સાહ સાથે આકર્ષણ જોવા…

Read More

છોટાઉદેપુરમાં આદિવાસી સંસ્કૃતિના અનોખા પર્વ ‘ભંગોરિયા’ની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર    આદિવાસી સંસ્કૃતિના ધરોહર સમાન છોટાઉદેપુર જિલ્લામાં હોળીના પર્વનું અનેરું મહત્વ રહેલું છે. દિવાળી કરતા પણ હોળીના તહેવારને વિશેષ મહત્વ આપતા આદિવાસી સમાજ દ્વારા આજે છોટાઉદેપુર નગરમાં પરંપરાગત ‘ભંગોરિયાનો મેળો’ અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદશ્રી જશુભાઈ રાઠવા પોતે પરંપરાગત આદિવાસી પહેરવેશ ધારણ કરી, રામઢોલ વગાડીને સ્થાનિક નૃત્ય મંડળીઓ સાથે ઝૂમી ઉઠ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં અંદાજે ૧૦૯ વર્ષથી ભંગોરિયાનો મેળો ભરાવાની ભવ્ય પરંપરા જળવાયેલી છે. આધુનિક યુગમાં પણ આદિવાસી સમુદાયમાં આ મેળા પ્રત્યેનો ઉત્સાહ અકબંધ જોવા મળ્યો હતો. શનિવારના રોજ યોજાયેલા ભંગોરિયા હાટમાં આસપાસના…

Read More

અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના અંતિમ દિવસે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની મજબૂત નાણાકીય શિસ્તનું ચિત્ર રજૂ કર્યું

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  🔹 ગુજરાતનો વિકાસ દર છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 11.4 ટકા રહ્યો; રાષ્ટ્રીય સરેરાશ 10.2 ટકા કરતા પણ વધુ 🔹 કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 19 ટકા અને નિકાસમાં 26 ટકા સાથે ગુજરાત દેશમાં પ્રથમ 🔹 16માં નાણાપંચે ગુજરાતની વીજ વ્યવસ્થાને સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ ગણાવી 🔹 GST દરના સુધારાથી રાજ્યની જનતાને વાર્ષિક ₹11,000 કરોડની વેરા બચતનો લાભ 🔹 રાજ્યમાં કરદાતાઓની સંખ્યા વધીને 13.69 લાખને પાર; GST આવક પણ 12 ટકા વધી 🔹 EV વાહનો પરનો 1 ટકા વેરો એક વર્ષ લંબાવવાથી નાગરિકોને ₹210 કરોડની રાહત 🔹 ગિફ્ટ સિટીમાં IFSCA દ્વારા…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ભુજ ખાતે રાષ્ટ્રીય કક્ષાના વર્કશોપ “પ્રાકૃતિક ખેતી: પડકારો અને તકો”નો વર્ચ્યુઅલી પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભુજ     નીતિ આયોગના ‘સ્ટેટ સપોર્ટ મિશન’ અંતર્ગત અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી, હાલોલના સંયુક્ત ઉપક્રમે કચ્છના મુખ્યમથક ભુજમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૨૮ ફેબ્રુઆરીથી ૧ માર્ચ, ૨૦૨૬ સુધી “પ્રાકૃતિક ખેતી માટે પડકારો અને તકો” વિષય પર આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય વર્કશોપનો ગુજરાત અને મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રારંભ કરાવ્યો હતો.   રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વૈજ્ઞાનિકો અને ખેડૂતોને સંબોધન કરતાં પ્રાકૃતિક ખેતી અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી હવે સમયની અનિવાર્ય માંગ બની ગઈ છે.…

Read More

આહવા ખાતે યોજાયેલ ડાંગ દરબારના મેળામાં આદિવાસી સંસ્કૃતિ, લોકકલા અને પરંપરાઓનું જીવંત પ્રદર્શન

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લાના ઐતિહાસિક અને પરંપરાગત ‘ડાંગ દરબાર’ મેળો આ વખતે જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાન (IAS)ના દૂરંદેશીપણા, માર્ગદર્શન અને વ્યવસ્થાપનને કારણે અત્યંત ખાસ અને યાદગાર બની ગયો છે. આ મેળો તા. ૨૬ ફેબ્રુઆરીથી ૩ માર્ચ ૨૦૨૬ સુધી આહવામાં ભવ્ય રીતે યોજાઈ રહ્યો છે, જેમાં આદિવાસી સંસ્કૃતિ, લોકકલા અને પરંપરાઓનું જીવંત પ્રદર્શન થઈ રહ્યું છે. મેળાના બીજા દિવસે સ્થાનિક આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત નૃત્યોની રજૂઆત કરવામાં આવી, જેણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. ત્યારબાદ ખ્યાતનામ ગુજરાતી લોકગાયકની પ્રસ્તુતિઓ થઈ, જેને હાજર લોકોએ મન ભરીને માણી હતી. પ્રસિદ્ધ…

Read More