શ્રી ચાણક્ય પ્રાથમિક શાળા માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, બોટાદ 

      બોટાદ ના તુરખા રોડ ખાતે આવેલ શ્રી ચાણક્ય પ્રાથમિક શાળા માં 28 ફેબ્રુઆરી 2026 ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને જેમાં જુદા જુદા ૬૦ થી પણ વધુ પ્રયોગો પ્રોજેક્ટટ કરેલ. વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ અનેેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.

    શાળાનાં શિક્ષકગણ તેમજ વાલીઓ, મહેમાનો પણ આ વિજ્ઞાનમેળો નિહાળવા આવ્યા હતા. વિજ્ઞાન મેળોની સાથે નાના બાળકો માટે અલગથી લસર પટ્ટી અને ટેડી સસલું અને જમ્પિંગ જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ની વ્યવસ્થા શાળાના સંચાલક તેમજ સમગ્ર શિક્ષકો દ્વારા કરવામાં આવેલ.

રિપોર્ટર : વિજય કુકડિયા, બોટાદ 

Related posts

Leave a Comment