હિન્દ ન્યુઝ, ગાંધીનગર
🔹 ગુજરાતનો વિકાસ દર છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 11.4 ટકા રહ્યો; રાષ્ટ્રીય સરેરાશ 10.2 ટકા કરતા પણ વધુ
🔹 કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 19 ટકા અને નિકાસમાં 26 ટકા સાથે ગુજરાત દેશમાં પ્રથમ
🔹 16માં નાણાપંચે ગુજરાતની વીજ વ્યવસ્થાને સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ ગણાવી
🔹 GST દરના સુધારાથી રાજ્યની જનતાને વાર્ષિક ₹11,000 કરોડની વેરા બચતનો લાભ
🔹 રાજ્યમાં કરદાતાઓની સંખ્યા વધીને 13.69 લાખને પાર; GST આવક પણ 12 ટકા વધી
🔹 EV વાહનો પરનો 1 ટકા વેરો એક વર્ષ લંબાવવાથી નાગરિકોને ₹210 કરોડની રાહત
🔹 ગિફ્ટ સિટીમાં IFSCA દ્વારા 1,100થી વધુ એકમોની નોંધણી; માસિક એક્સચેન્જ ટર્નઓવર 100 અબજ યુએસ ડોલરને પાર
ગુજરાત ભારતની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં અગ્રેસર; બે દાયકામાં રાષ્ટ્રીય GDPમાં ગુજરાતનું યોગદાન વધીને 8.3 ટકા થયું: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ
