હિન્દ ન્યુઝ, ગાંધીનગર “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” હેઠળ સહાય મેળવવાની પાત્રતાના નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારો કરીને રાજ્યની વધુમાં વધુ પાંજરાપોળ-ગૌશાળાને આ યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય કરાયો; આગામી નાણાકીય વર્ષ એટલે કે તા. 01-04-2026થી જે સંસ્થાઓની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ તા. 30-06-2025 સુધીમાં નોંધણી થયેલી હશે, તેવી તમામ ગૌશાળા-પાંજરાપોળો આ સહાય મેળવવા માટે પાત્ર ગણાશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી 100થી વધુ નવી સંસ્થાઓને અંદાજે ₹10 કરોડની વધારાની સહાય મળશે; માત્ર ત્રણ જ વર્ષમાં રાજ્યની 1600 સંસ્થાઓના 4.50 લાખથી વધુ પશુઓ માટે ₹1,364 કરોડની સહાય ચૂકવાઈ – પશુપાલન મંત્રી જીતુભાઈ…
Read MoreAuthor: Admin
મહુવા ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિતિમાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી
હિન્દ ન્યુઝ, મહુવા મહુવા તાલુકા મથકે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની અધ્યક્ષતામાં કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના સ્ટોલ્સમાં ખેડૂતોને કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ તથા આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતગાર કરવા કૃષિ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આસામના ગૌહાટીથી વર્ચ્યુઅલ માધ્યમથી ખેડૂતોના ખાતામાં ૨૨મા હપ્તાની સહાય રકમ DBT મારફતે જમા કરવામાં આવી હતી, જેનું લાઈવ પ્રસારણ પણ ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું. …
Read Moreડાંગના ૩૧૧ ગામોમા શ્રી હનુમાન મંદિરોના નિર્માણ યજ્ઞના વિચાર બિજનુ વાવેતર એટલે ‘ડાંગ પ્રયાગ, હનુમાન યાગ’ હનુમંત યજ્ઞ
હિન્દ ન્યુઝ, ડાંગ વિચારબીજનું વાવેતર : દંડકારણ્યની પાવન ધરા ઉપર વર્ષોથી ચાલતા, આદિવાસી સમાજની આરોગ્ય સુશ્રુષાના એક સેવાયજ્ઞ દરમિયાન, અંતરિયાળ વિસ્તારના એક ગામથી બીજે ગામ પસાર થતી વેળા એક ગામની સીમમા, ખુલ્લા આકાશ નીચે એક વૃક્ષના ટેકે ટકેલી હનુમાનજીની મુર્તિની દુર્દશા જોઈને, કારમા બેઠેલી બે વ્યક્તિઓના હ્રદય એક સાથે દ્રવી ઉઠ્યા. પોતાના ઈસ્ટદેવની આવી દશા જોઈને દ્રવિત થઇ ઉઠેલી આ વ્યક્તિઓએ, ભારે હ્રદયે આ બાબતે પરસ્પર ચર્ચા કરી. ત્યારે ખબર પડી કે દંડકારણ્ય એટ્લે કે આજના ડાંગ પ્રદેશમા, ગામે ગામ આ જ સ્થિતિ છે. ઘણુ કરવુ છે, થઈ શકે એમ…
Read Moreરાજ્ય સરકારના સર્વગ્રાહી અભિગમ અને રિયલ ટાઈમ મોનિટરિંગને કારણે ગુજરાતમાં કુપોષણના દરમાં મોટો ઘટાડો નોંધાયો
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાતમાં કુપોષણ સામેની જંગમાં ઐતિહાસિક સુધારો. એક વર્ષમાં કુપોષણના દરમાં 9.1 ટકાનો ઘટાડો. આ સુધારો NFHS-5ના જૂના આંકડાઓની સરખામણીમાં ગુજરાતની તેજ ગતિએ થઈ રહેલી પ્રગતિ દર્શાવે છે… 6 માસથી 3 વર્ષના બાળકોને ‘બાલશક્તિ’, સગર્ભા/ધાત્રી માતાઓને ‘માતૃશક્તિ’ અને કિશોરીઓને ‘પૂર્ણાશક્તિ’ પેકેટ્સનું વિતરણ કરવામાં આવે છે. પોષણ સુધા યોજના હેઠળ 14 આદિજાતિ જિલ્લાઓમાં સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્ર પર એક વખતનું સંપૂર્ણ ગરમ ભોજન આપવામાં આવે છે : મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ
Read Moreડાંગ જિલ્લાની બે દિવસની મુલાકાતે પધારેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનુ જિલ્લામા ભાવભર્યું સ્વાગત
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાની બે દિવસની મુલાકાતે પધારેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનુ ડાંગ જિલ્લામા ભાવભર્યું સ્વાગત કરાયું હતું. ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક એવા આહવા સ્થિત સર્કિટ હાઉસ ખાતે ડાંગ કલેક્ટર સુ શાલિની દુહાને રામનાથ કોવિંદ તથા તેમના પરિવારજનોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તે પૂર્વે જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ પાસે આવેલા કુડકસ ગામે શ્રી મારુતિ મંદિર ખાતે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના બે દિવસીય પ્રવાસ કાર્યક્રમના લાયઝન ઓફિસર વ જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવા અને પ્રાંત ઓફિસર સુ કાજલ આંબલિયાએ મહાનુભાવોને આવકાર્યા હતા. આ વેળા ‘ડાંગ પ્રયાગ, હનુમાન…
Read Moreકાલાવડમાં રાજકીય ગરમાવો: ભાજપના દિગ્ગજ નેતા કેસરીયો છોડી ‘ઝાડુ’ પકડશે? પંથકના રાજકારણમાં ભારે ચર્ચાઓ
હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ વિધાનસભા પંથકમાં અત્યારે એક મોટા રાજકીય સમાચાર વહેતા થયા છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર, કાલાવડ ભાજપના એક અતિ દિગ્ગજ અને પાયાના નેતા આગામી દિવસોમાં ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટી (AAP) માં જોડાઈ શકે છે. સત્તાધારી પક્ષમાં ભડકો, કાર્યકરોમાં સોપો લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા અને વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા આ નેતાના પક્ષપલટાની વાતોએ ભાજપના સ્થાનિક સંગઠનમાં સોપો પાડી દીધો છે. જો આ નેતા…
Read Moreકલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ આઇસીડીએસ વિભાગની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ કલેકટર કચેરી, દાહોદ ખાતે કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આઈસીડીએસ વિભાગની કામગીરીની સમીક્ષા હેતુ બેઠક યોજવામાં આવી હતી. આઈસીડીએસ વિભાગ દ્વારા તેમના વિભાગ તરફથી કરવામાં આવતી કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. આંગણવાડીઓના બાંધકામ અંગેના આયોજનોના કામમાં થઇ ગયેલા કામો, બાકી રહેલા કામો અને કરવાના થતાં કામોની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરએ જણાવ્યું હતું કે, બાળકોને તમામ ફેસીલીટી ઉપલબ્ધ રહે તે જરૂરી છે. જેમાં પીવાનું પાણી, પંખા, લાઈટ, શૌચાલય, બેસવા સહિતની તમામ વ્યવસ્થા ક્વોલીટી યુક્ત અને ટકાઉ રહે તે મુજબ આંગણવાડીનું સ્ટ્રક્ચર હોવું જોઈએ.…
Read Moreરાજ્ય સરકારની યોજના હેઠળ ૫ મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને ૨ જોયસ્ટીક વ્હીલચેરનું દિવ્યાંગોને વિતરણ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના નિયામક સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા દિવ્યાંગોના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યો છે. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ની નવી શરૂ કરાયેલ યોજના અંતર્ગત, આજે છોટાઉદેપુર જિલ્લામાં ‘ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ’ ખાતે દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનનીય મુખ્યમંત્રી દ્વારા આજે ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યમાં આ યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જેનાં ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા કક્ષામાં આયોજિત કાર્યક્રમમાં જિલ્લાના દિવ્યાંગોને સાધન સહાય પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે કુલ ૦૫ લાભાર્થીઓને મોટરાઈઝડ…
Read Moreતા. ૧૪ અને ૧૫ માર્ચ ના રોજ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ડાંગ જિલ્લાના પ્રવાસે
હિન્દ ન્યુઝ, ડાંગ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તારીખ ૧૪ અને ૧૫ માર્ચના રોજ ડાંગ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. તેમની આ ની મુલાકાત દરમિયાન જિલ્લામાં સુચારુ આયોજન, વ્યવસ્થા, અને જરૂરી સંકલન જાળવવા અર્થે લાયઝન અધિકારી વ ડાંગના જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવાના અધ્યક્ષ સ્થાને આહવા ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિશ્રીના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન સૂચારુ આયોજન, વ્યવસ્થા અને સંકલન જાળવવા સાથે આનુષાંગિક તૈયારીઓ બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ બે દિવસો દરમિયાન ભૂતપૂર્વ ઉપરરાષ્ટ્રપતિ…
Read More૧૩ માર્ચ : વર્લ્ડ સ્લીપ ડે’ – આ વર્ષની થીમ છે ‘સારી ઊંઘ, સારું જીવન’
હિન્દ ન્યુઝ, ભુજ આપણે જોઈએ છીએ કે, આજકાલ નાની ઉંમરે લોકોને ડાયાબિટીસ, બી.પી. હાર્ટ એટેક અને ફેફસાંના રોગોનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે. નાની ઉંમરે મેદસ્વિતાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે, તેના માટે શું આપણી બદલાતી જીવનશૈલી જવાબદાર છે ? પ્રતિ વર્ષ ૧૩ માર્ચના રોજ ‘વર્લ્ડ સ્લીપ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘સારી ઊંઘ, સારું જીવન’ છે. ‘વર્લ્ડ સ્લીપ ડે’ ની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોને તંદુરસ્ત ઊંઘ વિશે જાગૃત કરવા અને સ્વસ્થ જીવન…
Read More