જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે ‘સેવાસેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જૂનાગઢ        જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે આવેલી કન્યા શાળા ખાતે ‘સેવાસેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવમાં આવી હતી.  સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ કેમ્પનું આયોજન કરી લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવામાં આવી હતી. જેમાં બિનચેપી રોગોના નિદાન માટે BP (બ્લડ પ્રેશર) અને ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી. તેમજ આયુષ્માન ભારત યોજના અંતર્ગત નવા કાર્ડ કાઢવા તેમજ તેને લગતી કામગીરી કરવામાં આવી હતી.  આ ઉપરાંત ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી HPV વેક્સિન…

Read More

જૂનાગઢમાં કાર્યરત યોગ ટ્રેનરો માટે એક પરીક્ષા યોજવામાં આવી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      જૂનાગઢ જિલ્લા ઝોન કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા, મનપા કોડીનેટર વૈશાલીબેન ચુડાસમા, જિલ્લા કોઓર્ડિનેટર જયંતિ કાછડીયા, સોનલબેન બગડા ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાર્યરત યોગ ટ્રેનરો માટે એક પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં કુલ ૪૫ યોગ ટ્રેનરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.     આ પરીક્ષાનો મુખ્ય હેતુ યોગ ટ્રેનરોના જ્ઞાન, કુશળતા અને પ્રયોગાત્મક સમજણનું મૂલ્યાંકન કરવાનું હતું. જેથી યોગ શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય અને સમાજમાં યોગનો વ્યાપ વધુ મજબૂત બને. જિલ્લા યોગ કોઓર્ડિનેટરએ જણાવ્યું હતું કે, આ પ્રકારની પરીક્ષાઓ દ્વારા યોગ ટ્રેનરોને વધુ પ્રોત્સાહન મળે છે. અને…

Read More

સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને ગુજરાત ગેસ કંપની સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક મળી

હિન્દ ન્યુઝ, સુરત     મિડલ ઇસ્ટમાં ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકોને ઘરેલું એલ.પી.જી. ગેસ સિલીન્ડરનો પૂરતો અને નિયમિત પુરવઠો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરીંગ અને જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર તેમજ સંબંધિત વિભાગો દ્વારા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સમન્વય સાધીને ગેસ પુરવઠા વ્યવસ્થા સુચારૂ રહે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.                 જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ, ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ, સુરત મહાનગરપાલીકા, માર્ગ…

Read More

રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ઘઉંની નોંધણીની મુદત વધારાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ      રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ઘઉંની નોંધણી સમયગાળો તા. ૦૧/૦૨/૨૦૨૬ થી તા. ૦૧/૦૩/૨૦૨૬ સુધી નિયત કરવામાં આવેલ. નોંધણીનો સમયગાળો લંબાવવા બાબતે રજુઆતો મળી હતી. જેથી વધુમાં વધુ રજીસ્ટ્રેશન થઇ શકે તેમજ ખેડૂતોને લઘુત્તમ ટેકાનો લાભ મળી રહેવા પામે તે હેતુથી દિન-૧૫ એટલે કે તા. ૧૩/૦૩/૨૦૨૬ થી તા. ૨૭/૦૩/૨૦૨૬ સુધી નોંધણીનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે.

Read More

બિહારમાં ખીલ્યું ગુજરાતનું તેજ: નેશનલ પેરા એથ્લેટિક્સમાં સાબરકાંઠાના બે ખેલાડીઓએ ૩ ગોલ્ડ મેડલ જીતી મેળવી ઐતિહાસિક સિદ્ધિ

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા         બિહારના પટના સ્થિત પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૧૩ થી ૧૫ માર્ચ, ૨૦૨૬ દરમિયાન ૨૧મી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર સેરેબ્રલ પાલ્સી (CP) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જુદા-જુદા ૧૯ રાજ્યોના ૩૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતમાંથી કુલ ૪૦ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં સાબરકાંઠા જિલ્લાના બે સેરેબ્રલ પાલ્સી ખેલાડીઓએ પોતાની મર્યાદાઓને પુરુષાર્થમાં બદલી કુલ ૩ ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર રાજ્યમાં સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે.      સાબરકાંઠાના ઇડર તાલુકાના સાબલી ગામના ધર્મ જીગરભાઈ સગરે…

Read More

સુરતની પેરા બેડમિન્ટન ખેલાડી અનિશાકુમારી મહતોએ ૭મી ‘નેશનલ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશીપ-૨૦૨૬માં મેળવ્યું બ્રોન્ઝ પદક

હિન્દ ન્યુઝ, સુરત     સુરતની ૨૨ વર્ષીય પેરા બેડમિન્ટન ખેલાડી અનિશાકુમારી અરુણકુમાર મહતોએ હૈદરાબાદમાં તા.૦૬ થી ૧૦ માર્ચ ૨૦૨૬ દરમિયાન યોજાયેલી ૭મી નેશનલ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ-૨૦૨૬માં કાંસ્ય પદક જીતી સુરત શહેર અને દેશનું ગૌરવ વધાર્યું છે.   વર્ષ ૨૦૨૫થી જ બેડમિન્ટન ટ્રેનિંગની શરૂઆત કરી માત્ર એક વર્ષનાં ટૂંકા ગાળામાં જ મહેનત, લગન અને દ્રઢ નિશ્ચય દ્વારા અનિશાએ રાષ્ટ્રીય સ્તરે પોતાની અલગ ઓળખ બનાવી છે. અનિશાએ માત્ર ૪ વર્ષની નાની વયે એક અકસ્માતમાં પોતાનો જમણો પગ ગુમાવ્યો હતો. પરંતુ આ શારીરિક પડકારને તકમાં ફેરવી તેમણે રમતગમતના ક્ષેત્રમાં વિશેષ સ્થાન મેળવ્યું…

Read More

निजी अस्पताल में अनियमितता पर डीएम वैशाली की सख्ती, शिकायत के बाद जांच कर अस्पताल किया गया सील

हिन्द न्यूज़, बिहार       वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह को दूरभाष के माध्यम से प्राप्त एक शिकायत के बाद प्रशासन ने त्वरित कार्रवाई करते हुए हाजीपुर स्थित एक निजी अस्पताल में छापेमारी कर अनियमितता पाए जाने पर उसे सील कर दिया। प्राप्त जानकारी के अनुसार महुआ थाना क्षेत्र के एक गांव की एक महिला से अपने भाई के इलाज के नाम पर पहले जबरन 45000 रुपए की मांग की जा रही थी । जिसका विरोध करने के पश्चात अस्पताल द्वारा बाद में जबरन ₹13000 की मांग की जाने लगी।…

Read More

રાજ્યમાં ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ઘરેલુ LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર        સોમવાર 16 માર્ચ 2026ના રોજ ગાંધીનગર વિધાનસભા પરિસર ખાતે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી રમણભાઈ સોલંકી તેમજ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા રાજ્ય મંત્રી પી.સી.બરંડા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ વિભાગના ઉદ્દેશ્ય, “ અંત્યોદયથી સર્વોદય, સૌને અન્ન, સૌને પોષણ”ના મંત્ર સાથે છેવાડાના માનવીની અન્ન સુરક્ષા અંગે સરકારના વિઝન અંગેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પત્રકાર પરિષદમાં અન્ન, નાગરિક પુરવઠા…

Read More

તા. 16 માર્ચ, રાષ્ટ્રીય રસીકરણ દિવસ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  🔹 ગુજરાતે વર્ષ 2025-26માં 11.30 લાખથી વધુ શિશુઓ અને 24 લાખથી વધુ બાળકોનું સફળ રસીકરણ કરીને રેકોર્ડ બનાવ્યો 🔹 પોલિયો-મુક્ત ગુજરાતની સિદ્ધિને ટકાવી રાખવા માટે વર્ષ 2025માં 24.65 લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા 🔹 “ટીકા એક્સપ્રેસ”, “મોબાઇલ મમતા દિવસ” અને “ખિલખિલાટ વાહન” જેવા માધ્યમોના કારણે અંતરિયાળ વિસ્તારોમાં રસીકરણ શક્ય બન્યું 🔹 ઓરી-રુબેલા નાબૂદી માટે IDSP અને VSIMS સિસ્ટમ દ્વારા પ્રાપ્ત રિયલ-ટાઇમ ડેટાનો ઉપયોગ 🔹 ગુજરાતમાં તા. 28 ફેબ્રુઆરીથી રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ

Read More

વન અને પર્યાવરણ વિભાગની વર્ષ 2026-27ની કુલ ₹2823 કરોડની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભામાં પસાર

હિન્દ ન્યુઝ, કચ્છ  🔸 રાજ્યમાં છેલ્લાં 12 વર્ષમાં વનવિસ્તાર બહાર વૃક્ષોની સંખ્યામાં 47.18 ટકાનો નોંધપાત્ર વધારો 🔸 ગુજરાત વન્યજીવ સંરક્ષણમાં અગ્રેસર: રાજ્યમાં સિંહોની સંખ્યા વધીને 891 થઈ 🔸 કચ્છના બન્નીમાં આકાર લેશે દેશનું અત્યાધુનિક ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર’ 🔸 મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાત પણ બન્યું ‘ટાઈગર સ્ટેટ’: રતનમહાલમાં વાઘનું આગમન 🔸 કચ્છનું ‘છારી-ઢંઢ’ બન્યું રાજ્યની પાંચમી રામસર સાઈટ, જૈવ-વૈવિધ્યની વૈશ્વિક ઓળખ મજબૂત બની રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા માટે વર્ષ 2026-27માં વધુ 430 હેક્ટરમાં ‘વન કવચ’ નિર્માણનો લક્ષ્યાંક: વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

Read More