સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને ગુજરાત ગેસ કંપની સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક મળી

હિન્દ ન્યુઝ, સુરત

    મિડલ ઇસ્ટમાં ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકોને ઘરેલું એલ.પી.જી. ગેસ સિલીન્ડરનો પૂરતો અને નિયમિત પુરવઠો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરીંગ અને જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર તેમજ સંબંધિત વિભાગો દ્વારા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સમન્વય સાધીને ગેસ પુરવઠા વ્યવસ્થા સુચારૂ રહે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. 

               જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ, ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ, સુરત મહાનગરપાલીકા, માર્ગ અને મકાન, જી.આઈ.ડી.સી., વનવિભાગ, રેલ્વે વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. 

Related posts

Leave a Comment