મોરબી ખાતે જન સુવિધા ન મળતા જન અધિકાર મંચના ઉપપ્રમુખ સહિતના યુવાનો દ્વારા કલેકટરને ગુજરાત

મોરબી,

મોરબીના સામાકાંઠે આવેલ લાલબાગ સેવાસદનમાં રોજ હજારોની સંખ્યામાં લોકો સરકારી કામ કાજ માટે આવે છે . જેમાં મુખ્ય જન સુવિધા કેન્દ્ર તથા દસ્તાવેજને લગતી કામગીરી માટે વધારે લોકો આવતા હોય છે . તે લોકો માટે આ કચેરીમાં પીવા માટેના પાણીની કોઈ વ્યવસ્થા નથી .. !, માણસોને બેસવા માટેની પ્રાથમિક સુવિધા પણ નથી. જેથી લોકોને રોજ તડકામાં બેસવું પડે છે, તથા વરસાદના સમયમાં બહાર પલળતા ઉભા રહેવું પડે છે તેમજ દસ્તાવેજની કામગીરી માટે મોટી ઉંમરના પણ ઘણાં માણસો આવે છે . તો બેસવા માટેની વ્યવસ્થા તો ખાસ હોવી જ જોઈએ પણ આ કચેરીઓમાં રોજ સરકારને લાખો રૂપિયાની આવક થાય છે . છતા કોઈ જાતની પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં આવતી નથી માટે આ મુદે જન અધિકાર મંચના ઉપપ્રમુખ સહિતના યુવાનો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે

Related posts

Leave a Comment