Pgvcl ની ભરતી મામલે કિસાન એકતા સમિતિ દ્વારા આપ્યું આવેદનપત્ર

મહુવા,

પીજીવીસીએલ રાજકોટ ભરતી પ્રક્રિયા બાબતે ઓબીસી વર્ગના ઉમેદવાર ને થયેલા અન્યાય બાબતે મહુવા તાલુકા કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકારને રજુઆત કરવામાં આવી હતી.
તાજેતરમાં પીજીવીસીએલ રાજકોટ દ્વારા 881 વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા માં ઓબીસી ક્વોટા મુજબ ગણતરી નથી કરી અને આર્થિક 10% અનામત (ews) જે સ્વર્ણ સમાજને આપવામાં આવે છે. તેની કુલ જગ્યા 881મા થી 10% લેખે 88 થાય છે. તેની જગ્યાએ 340 ગણતરી કરી ઓબીસી , એસસી , એસટી ના ઉમેદવારો ને ગંભીર નુક્સાન કયું છે. તેની જગ્યાએ 340 ગણતરી કરી ઓબીસી, એસસી, એસટી જેમની વસ્તી 85% થવા જાય છે. તે 85% લોકોને મતથી ચાલતી સરકાર ઓબીસી, એસસી, એસટી ને જ્યારે નોકરીમાં તેમનો હિસ્સો આપવાનો વારો આવે ત્યારે કાયદો ઓનું મનધડત કરી 85% ઓબીસી, એસસી અને એસટીને ગંભીર નુક્સાન કરતી આવી છે. આમ અમારા ધારાસભ્ય અને સાંસદ સભ્ય અવાજ ઉઠાવતા નથી. અમો આ આવેદનપત્ર ના માધ્યમથી સરકારને ચેતવણી આપીએ છીએ કે તમારી ઓબીસી, એસસી, એસટી વિરુદ્ધ ની માનસિકતા છોડી દે સમાજના મત થી તેમ સરકાર બનાવો છો તેમના હક અધિકાર આપો. ખોટા અથૅધટન કરવાની તમારી માનસિકતા છોડી અને જો હજુ મનધડન અથૅધટનો કરવાનું ચાલુ રાખશો તો જે ઓબીસી, એસસી અને એસટી સમાજ તમને વોટ આપીને સતા સ્થાનને બેસાડી છે તે જ લોકો તમને ધર ભેગા પણ કરી શકે છે. આમ કિસાન એકતા સમિતિ મહુવાના પ્રમુખ વિઠ્ઠલભાઈ સોલંકી તથા રાજુભાઈ દલ, પ્રેમજીભાઈ અશોકભાઇ બાંભણિયા, વિજયભાઇ ઓબીસી, એસસી અને એસટી વગૅના ઉમેદવારને થયેલા અન્યાય બાબતે મહુવા તાલુકા કલેકટર ને આવેદનપત્ર આપીને સરકાર ને રજુઆત કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment