એકતાનગરમાં આરોગ્ય સેવાઓ હવે ‘ઓન વ્હીલ્સ’!

હિન્દ ન્યુઝ, નર્મદા

  રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વતૈયારીઓમાં જોડાયેલા શ્રમિકો અને કર્મચારીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર પૂરી પાડવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગનો સરાહનીય અભિગમ

મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફથી સજ્જ પાંચ બાઈક એમ્બ્યુલન્સ સામાન્ય તકલીફોમાં સ્થળ પર જ ત્વરિત અને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવા ઉપલબ્ધ.

બાઈક એમ્બ્યુલન્સ ટીમો સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહીને ખાંસી, શરદી, તાવ, શરીરનો દુખાવો સહિતની સામાન્ય આરોગ્યલક્ષી તકલીફોમાં તબીબી સહાય પૂરી પાડે છે.

Related posts

Leave a Comment