ડાંગ જિલ્લાની સ્થગિત સહકારી મંડળીઓ અંગે સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરવા જાહેર સુચના

હિન્દ ન્યુઝ, ડાંગ

   ડાંગ જિલ્લાની યાદી મુજબની સહકારી મંડળીઓ હાલમાં સ્થગિત અવસ્થામાં હોવાનું જણાયું છે. આ મંડળીઓની હાલની સ્થિતિ અંગે સમીક્ષા કરી આગળની કાર્યવાહી હાથ ધરવા માટે, સંબંધિત મંડળી ચાલુ રાખવાની છે કે બંધ કરવાની છે તે અંગે મૂલ્યાંકન કરી સ્પષ્ટ અભિપ્રાય મેળવવો જરૂરી બન્યો છે.

આથી સંબંધિત મંડળીઓના હોદ્દેદારોને જણાવવામાં આવે છે કે, જિલ્લાની કુલ ૨૧૪ મંડળીઓને નોટિસ મળ્યેથી દિન-૧૦ માં જો મંડળી ચાલુ રાખવાની હોય તો તે અંગેનો લેખિત અભિપ્રાય, અથવા મંડળી બંધ કરવાની હોય તો તે અંગેનો સ્પષ્ટ લેખિત ઠરાવ તથા સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો સાથે નીચે દર્શાવેલ સરનામે રૂબરૂ સંપર્ક કરવો. સંપર્કનું સરનામું, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, ડાંગ – આહવા. “સહકાર ભવન”, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની બાજુમાં, આહવા – ડાંગ.

નિયત સમયમર્યાદામાં લેખિત જવાબ રજૂ કરવામાં નહીં આવે તો ઉપલબ્ધ રેકોર્ડ અને લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની ગંભીર નોંધ લેવી તેમ મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ડાંગ – આહવાની એક અખબારી યાદીમાં જણાવાયું છે. 

Related posts

Leave a Comment