હિન્દ ન્યુઝ, આણંદ
શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત પ્રતિષ્ઠિત સંસ્થા બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા આણંદના ભાનુભાઈ આઈ. પટેલ એલિકોન હોલ ખાતે ‘નેશનલ એજ્યુકેશન ગ્લોરી એવોર્ડ’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ જગતમાં નોંધપાત્ર અને શ્રેષ્ઠ યોગદાન આપનાર શિક્ષકોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સમારોહમાં અમદાવાદની ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડૉ. નિશા જોશી, કરમસદ સંતરામ મંદિરના શ્રી મોરારિદાસજી મહારાજ તેમજ સરદાર પટેલ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના નિવૃત્ત એસોસિએટ પ્રોફેસર શ્રી આર. કે. મંડાલીયા, સરદાર પટેલ યુનિવર્સિટીના લાઈબ્રેરી એન્ડ ઈન્ફર્મેશન સાયન્સ વિભાગના હેડ પ્રો. ડૉ. મેઘના વ્યાસ, આણંદના નાયબ ડી.પી.ઈ.ઓ. ડૉ. તેજેન્દ્રસિંહ સોલંકી અને ઈન્દોરની બ્રિલિયન્ટ સ્કૂલના પ્રમુખ તથા જાણીતા કલાકાર ડૉ. સંજય માલવી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પામોલ શાળાના શિક્ષક ગોવિંદભાઈ રબારીને તેમની સરાહનીય કામગીરી બદલ પૂજ્ય મોરારીદાસ બાપુ અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. તેજેન્દ્રસિંહ સોલંકી તથા અન્ય મહેમાનોના હસ્તે એવોર્ડ, ટ્રોફી અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ સાથે જ ખંભાતની વટાદરા પ્રાથમિક કન્યા શાળાના શિક્ષિકા શીતલબેન વિલ્યમભાઈ ક્રિસ્ટીને તેમના સર્જનાત્મક અને નોંધપાત્ર શૈક્ષણિક યોગદાન બદલ ‘રાષ્ટ્રમાતા જીજાબાઈ નેશનલ એજ્યુકેશન ગ્લોરી એવોર્ડ-૨૦૨૬’ એનાયત કરવામાં આવ્યો હતો.
વક્તાઓએ જણાવ્યું હતું કે શિક્ષકો માત્ર શિક્ષણ જ નથી આપતા પરંતુ રાષ્ટ્રના ભાવિ નાગરિકો અને સમાજનું નિર્માણ કરે છે.
આ કાર્યક્રમમાં સંસ્થાના પદાધિકારીઓ સર્વ નરેશભાઈ વાઘ, મનોજભાઈ ચિંચોરે, સ્મિતાબેન રાણા અને ધર્મેશભાઈ જોશી હાજર રહ્યા હતા.
