દસલા ગામ ખાતે PM-JAY મેગા ડ્રાઇવનું સફળ આયોજન

હિન્દ ન્યુઝ, દાહોદ

   દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ દાહોદ તાલુકાના PHC આગાવાડા અંતર્ગત દસલા ગામ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિશેષ અભિયાન દરમિયાન ગ્રામજનોને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે માર્ગદર્શન આપી, પાત્ર લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ સ્થળ પર જ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેગા ડ્રાઇવમાં કુલ ૫ ટીમો દ્વારા એક જ દિવસમાં ૬૫૯ PM-JAY કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા.

આ અભિયાનને સફળ બનાવવા માટે ડૉ. રઘુ સંગાડીયા, ગામના સરપંચશ્રી, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો તથા ગ્રામજનોનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. ઉપરાંત MPHW, FHW, CHO, આશા ફેસિલિટેટર તેમજ તમામ આશા બહેનોએ લાભાર્થીઓને પ્રોત્સાહિત કરી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી કામગીરીને વેગ આપ્યો હતો.

આયુષ મેડિકલ ઓફિસર ડૉ. પ્રહલાદ સિંહ બડદવાલના સંકલન અને આરોગ્ય વિભાગના કર્મચારીઓના ટીમવર્કથી યોજાયેલી આ મેગા ડ્રાઇવમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી.

PM-JAY યોજના અંતર્ગત વધુમાં વધુ પાત્ર લાભાર્થીઓને આરોગ્ય સુરક્ષાના હેતુથી આયુષ્માન કાર્ડનો લાભ મળે અને કોઈપણ પાત્ર પરિવાર આરોગ્યલક્ષી સુરક્ષાથી વંચિત ન રહે તે માટે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આવી જનહિતલક્ષી કામગીરી સતત કરવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment