હિન્દ ન્યુઝ, ડાંગ
બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર વિવિધ ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ડાંગ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
યોજનાવાર ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો જેમાં ૧. ઔષધિય પાકો (Medicinal Plants) તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૩૧/૦૮/૨૦૨૬, ૨. કોમ્પ્રેહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૨૬/૦૮/૨૦૨૬, ૩. કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ, તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૦૩/૦૯/૨૦૨૬, ૪. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૨૬/૦૮/૨૦૨૬.
ડાંગ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવીન આઇ ખેડુત પોર્ટલ ૨.૦ પર અરજી કરી મહતમ લાભ લઇ શકે તે માટે આઇ ખેડુત પોર્ટલ પર ઉકત યોજનામાં ડાંગ જિલ્લાના ખેડુતોને ઓનલાઇન અરજી કરી યોજનાનો લાભ લેવા માંગતા ખેડુત મિત્રોએ ઉકત સમયગાળા દરમ્યાન પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર હોય માટે નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. બાગાયતદારોએ યોજનાની સહાય લેવા માટે નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી કરી શકશે.
વધુમાં જણાવવાનું કે વર્ષ ૨૦૨૬-૨૦૨૭ થી નવીન આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર નોંધણી કરેલ તેમજ નવા નોંધણી થનાર ખેડુતોએ પોતાનું આધાર ઓથેંન્ટિકેશન ફરજીયાત કરવાનું રહેશે ત્યાર બાદ જ ઓનલા,ન અરજી કરી શકાશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સાથે દિન-૭માં ડાંગ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી4 આહવા-ડાંગ ખાતે જમા કરાવાની રહેશે. તેમજ વધુ માહિતી માટે આપના તાલુકાના બાગાયત અધિકારીશ્રી તથા નાયબ બાગાયત નિયામક આહવા-ડાંગ ફોન નં.૦૨૬૩૧-૨૨૧૨૭૩ ઉપર સંપર્ક સાધવો તેમજ યોજનાની વધુ માહિતી માટે આઇ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in વેબ સાઈટ પર જોવા નાયબ બાગાયત નિયામક આહવા-ડાંગ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
