હિન્દ ન્યુઝ, અમરેલી
અમરેલી તાલુકાના અમરપુર વરૂડી મુકામે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે નવા નીરના વધામણા કરવામાં આવ્યા.
🌊 જળાશયોમાં નવા નીરની આવક
🌱 ખેડૂતોમાં ખુશીની લહેર
💧 જળસંચયથી સમૃદ્ધિની નવી આશા
રાજ્યમંત્રીએ જળાશય ખાતે નવા નીરનું પૂજન કરી વધામણા કર્યા અને વરસાદી પાણીના સંચય તથા જળસ્રોતોના જતન માટે સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો.
વરસાદનું દરેક ટીપું અમૂલ્ય છે…
જળસંચય એ જ સમૃદ્ધિનો આધાર છે!
