અમરેલી બનશે વધુ હરિયાળું…

હિન્દ ન્યુઝ, અમરેલી 

અમરેલી ખાતે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ૭૭મો વન મહોત્સવ યોજાયો.

🌿 ‘એક પેડ મા કે નામ’ અભિયાન સાથે દરેક વ્યક્તિ પોતાના નામે ૫ વૃક્ષો વાવે અને જતન કરે : રાજ્યમંત્રીશ્રી

🌳 અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૧ વન કવચનું નિર્માણ

🌱 વર્ષ ૨૦૨૬-૨૭માં ૮ હેક્ટર વિસ્તારમાં વધુ ૮ નવા વન કવચનું નિર્માણ થશે

🌾 ૧૫ લાખ રોપા વિતરણ માટે ઉપલબ્ધ

🌱 આશરે ૪૩૦ હેક્ટરમાં ૨ લાખ રોપાના વાવેતરનો લક્ષ્યાંક

આ પ્રસંગે પોતાના ખેતરમાં વૃક્ષો વાવી તેનું સફળતાપૂર્વક જતન કરનારા લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.

🚛 વૃક્ષ રથને લીલી ઝંડી આપી સમગ્ર જિલ્લામાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ વૃક્ષ રથ દ્વારા નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કરવામાં આવશે.

🌱 મહાનુભાવોના હસ્તે વિદ્યાસભા કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ ૧૬૦ પ્રજાતિના વૃક્ષોના બીજની પ્રદર્શની યોજાઈ.

આવો, વૃક્ષ વાવીએ…

વૃક્ષ ઉછેરીએ…

અમરેલીને વધુ હરિયાળું બનાવીએ! 🌳💚 

Related posts

Leave a Comment