આદિજાતિ સમુદાયના આરોગ્યને મળ્યું ‘સંજીવની’ કવચ, 

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના અનુસૂચિત જનજાતિ સમુદાયના ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે ગુજરાત સરકારનો સંવેદનશીલ અને કલ્યાણકારી નિર્ણય; આદિજાતિ દર્દીઓને ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને રોબોટીક સર્જરી માટે વિશેષ યોજના હેઠળ મા-આયુષ્માન કાર્ડની મર્યાદા ઉપરાંતનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે.

કીડની, લીવર, હૃદય અને પેનક્રિયાઝ વગેરેના અંગ પ્રત્યારોપણ (ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ) કરવા માટે તેમજ તે માટે રોબોટીક શસ્ત્રક્રિયા સહિતના ઑપરેશનો માટે સહાય આપવા વર્ષ 2026/27 માટે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વર્ષે ₹2.00 કરોડનું બજેટ મંજૂર કરાયું.

Related posts

Leave a Comment